સ્વપ્ન સંકેત : સપનામાં નાટક, ડાન્સ થતા જોયા છે ? જાણો આ વસ્તુઓ ભવિષ્યના શું આપે છે સંકેતો

|

Nov 16, 2024 | 2:30 PM

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે.

1 / 7
સાફ કરવું : સ્વપ્નમાં કોઈ વાસણ સાફ કરતા જોવું તે ભોજન મળવાના, હાથ ધોતા જોવું તે ધન-લાભના સંકેત, માથું ધોવું તે શુભ અને હાથ-પગ ધોતા જોવું તે યાત્રા થવાની સંભાવના છે. કપડાં ધોતા જોવું તે બિમાર પડવાની ચેતવણી છે પરંતુ ગંદા કપડાં ધોવા અત્યંત શુભ લક્ષણ માનવામાં આવ્યું છે.

2 / 7
નકલ : સપનામાં કોઈને નકલ કરતાં જોવું તે કાર્યમાં અસફળતા તેમજ યાત્રામાં વિઘ્ન તથા થતું કાર્ય બગડશે તેવું સુચન કરે છે. વાદ-વિવાદ, પંચાયતમાં હારવાના લક્ષણો બતાવે છે.

3 / 7
નશો : સપનામાં કોઈ પણ પ્રકારનો નશો કરવો, નશામાં નાચતા જોવું તે માનસિક પરેશાની વધવાના સંકેતો છે. એવી સમસ્યા આવવાના એંધાણ છે કે તમારી બુદ્ધિ પણ કામ ના કરે.

4 / 7
નાચવું : પોતાના નાચતા જોવું કે બીજા કોઈને નાચતા જોવા તે કોઈ પણ પ્રકારના શારિરીક દુ:ખ આવવાનું સંકેત છે. આળસ, નિરાશાના યોગ બનવાની સંભાવના છે.

5 / 7
નાટક : નાટકમાં ભાગ લેવો કે નાટક જોવું તે કોઈના દ્વારા છળ-કપટ થશે અથવા આવી નોબત આવી શકે છે. કોઈ નજીકની વ્યક્તિ દ્વારા આ પ્રકારના કાર્ય કરવાની સંભાવના રહેલી છે.

6 / 7
માપ : કોઈ વસ્તુને માપવી કે જોખવી તે કાર્ય કે વ્યાપાર માં નુકસાન થવાની સંભાવના દર્શાવે છે. એવું પણ બની શકે કે વેપારમાં નુકસાન કે નોકરીમાંથી કાઢી મુકવાની નોબત આવી શકે છે.

7 / 7
નિશાન : કોઈ ચીજ પર નિશાન લગાવવું કે લાગતા જોવું તે કાર્યમાં સફળતા મળવાના સંકેતો છે. મોટી કોઈ ઈચ્છા પુરી થવાના સંકેતો રહેલા છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Next Photo Gallery