
સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન દરમિયાન ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા તેમણે જણાવ્યું કે, "ગુજરાત અને ગુજરાતીઓ સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે, જે સુચી ગ્રુપે સાબિત કર્યું છે. ઔદ્યોગિક વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં હંમેશા મોખરે રહી છે."

પ્લાન્ટના સ્થાપક અશોક મહેતાએ આ કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું હતું કે, "આ કામ આગળ વધારવા માટે અમે સતત બે વર્ષ સુધી સંશોધન અને વિશ્લેષણ કર્યું અને એક વર્ષમાં પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ કરતા પહેલા 12 દેશોનો પ્રવાસ કર્યો."
Published On - 5:38 pm, Thu, 19 December 24