
નાસાના અન્ય કર્મચારીઓ સમુદ્રમાં સ્પ્લેશડાઉન પહેલા પરત ફરતા અવકાશયાત્રીઓને લેવા માટે બોટમાં ગયા હતા.

પરંતુ શું તમે જાણો છો કે એલોન મસ્કની કંપની સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યૂલનું ભાડું કેટલું છે જેમાં સુનીતા વિલિયમ્સ સીટ પર બેસીને પરત ફર્યા છે?

સુનીતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર માત્ર 8 દિવસના મિશન પર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા, પરંતુ બોઈંગ સ્ટારલાઈનરની ખામીને કારણે તેમને નવ મહિના સુધી અવકાશમાં રહેવું પડ્યું હતું.સ્પેસ ડ્રેગન કેપ્સ્યલનું ભાડું જાણી તમે ચોંકી જશો.

સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં 7 અવકાશયાત્રીઓ માટે બેઠક છે. એક સીટનું ભાડું 55 મિલિયન ડોલર (રૂ. 476 કરોડ) છે.

સુનીતા વિલિયમ્સ અવકાશમાંથી પૃથ્વી પર પરત ફર્યા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. આ ત્રીજી વખત હતું જ્યારે સુનીતા અવકાશ યાત્રા પર ગઈ હતી અને આ વખતે તે સૌથી લાંબો સમય સ્પેસવોક કરનારી મહિલા બની ગઈ છે.