AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે ‘મોટી તક’ ! એક્સપર્ટ્સે આ શેરમાં આપ્યું ‘Buy’ રેટિંગ, ₹840 સુધી જઈ શકે છે ‘ભાવ’

બજારના નિષ્ણાતો અત્યારે એક એક્સપોર્ટ બિઝનેસ કંપનીના શેર પર ખૂબ જ પોઝિટિવ છે. આ કંપનીના એક્સપોર્ટ બિઝનેસમાં હવે સારા સુધારાની આશા દેખાઈ રહી છે, જેના કારણે દિગ્ગજ બ્રોકરેજ હાઉસે તેનો ટાર્ગેટ પ્રાઇસ વધારીને ₹660 કરી દીધો છે.

| Updated on: May 03, 2026 | 3:23 PM
Share
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસે ત્રિવેણી ટર્બાઇન (Triveni Turbine) પર 'Buy' રેટિંગ જાળવી રાખતા ટાર્ગેટ વધારીને 660 રૂપિયા કરી દીધો છે, જે પહેલા 615 રૂપિયા હતો. ગુરુવારે કંપનીનો શેર 0.23 ટકાના ઘટાડા સાથે 573.25 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 13 ટકાથી વધુ તેજી જોવા મળી છે. જો કે, છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 24.56 ટકાની તેજી રહી છે.

1 / 5
બ્રોકરેજ મુજબ, કંપનીના એક્સપોર્ટ બિઝનેસમાં હવે ઘટાડાનો દોર પૂરો થતો દેખાઈ રહ્યો છે અને આગળ તેમાં રિકવરીની આશા છે. રિપોર્ટ અનુસાર, કંપનીને ઘરેલું બજારમાંથી સ્ટીલ, સિમેન્ટ, પ્રોસેસ ઇન્ડસ્ટ્રી અને થર્મલ પાવર સેક્ટર તરફથી સતત મજબૂત ઓર્ડર મળી રહ્યા છે. બીજું કે, માર્ચ ક્વાર્ટરમાં ઇન્ટરનેશનલ ઓર્ડરિંગમાં પણ સુધારો જોવા મળ્યો છે.

2 / 5
બ્રોકરેજનું માનવું છે કે, નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ક્વાર્ટર પછી એક્સપોર્ટ ઓર્ડર્સ, ખાસ કરીને રિફર્બિશમેન્ટ સાથે જોડાયેલા ઓર્ડર્સ, ઝડપથી ફાઇનલ થઈ શકે છે. નાણાકીય વર્ષ 2025-28 દરમિયાન ઘરેલું ઓર્ડર ઇનફ્લોમાં 13 ટકા CAGR ગ્રોથનો અંદાજ છે. જ્યારે એક્સપોર્ટ ઓર્ડર ઇનફ્લોમાં 7 ટકા CAGR વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. કંપની પોતાના પોર્ટફોલિયોનું વિસ્તરણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) દ્વારા કરી રહી છે, જેનાથી નવા પ્રોડક્ટ્સ અને ઇનોવેશન પર ફોકસ વધી રહ્યું છે.

3 / 5
બ્રોકરેજનું કહેવું છે કે, નાણાકીય વર્ષ 2025-28 દરમિયાન કંપનીના રેવન્યુ, EBITDA અને નફામાં 12 ટકા CAGR ની સ્થિર વૃદ્ધિ રહેવાની સંભાવના છે. બીજીબાજુ, જ્યારે ઓપરેટિંગ અને ફ્રી કેશ ફ્લોમાં 45 ટકા અને 51 ટકા CAGR ની મજબૂત વૃદ્ધિનો અંદાજ છે. જો કે, રિપોર્ટમાં કેટલાક જોખમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કેપેક્સમાં સુસ્તી, વધતી હરીફાઈ, ટેકનોલોજીમાં ફેરફાર, નવા પ્રોડક્ટ લોન્ચમાં વિલંબ અને જીઓ-પોલિટિકલ (Geopolitical) અનિશ્ચિતતાઓ જોડાયેલ છે.

4 / 5
ચાર્ટમાં આપેલી વિગતો મુજબ, મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સિવાય કુલ 8 એનાલિસ્ટ્સ દ્વારા આ સ્ટોક માટે 1 વર્ષનું પ્રાઇસ ફોરકાસ્ટ રજૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, શેરનો સરેરાશ પ્રાઇસ ટાર્ગેટ 625.25 રૂપિયા રાખવામાં આવ્યો છે, જે વર્તમાન 573.25 રૂપિયાની કિંમતથી અંદાજે 9.07% (52.00 રૂપિયા) નો વધારો સૂચવે છે. એનાલિસ્ટ્સના અનુમાન મુજબ, આ શેર આગામી સમયમાં વધુમાં વધુ 840.00 રૂપિયા (+46.53%) સુધી પહોંચી શકે છે, જ્યારે નીચેના સ્તરે તે 535.00 રૂપિયા (-6.67%) સુધી જવાની શક્યતા છે. આ ચાર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, મોટાભાગના નિષ્ણાતો આ શેરના ભવિષ્યના ગ્રોથને લઈને પોઝિટિવ આઉટલુક ધરાવે છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજારના ઘટાડા વચ્ચે શું આ ‘સ્ટોક’ બનશે રોકેટ? જાણો 17 એનાલિસ્ટ્સનું ‘મોટું અનુમાન’

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">