Breaking News: ઈરાન યુદ્ધમાં જોતરાયેલા આ 13 મુસ્લિમ દેશના શેરબજારની સ્થિતિ શું છે ?

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ સમગ્ર મિડલ ઈસ્ટ 'વોર ઝોન'માં ફેરવાઈ ગયું છે. આ સંઘર્ષની આગ માત્ર બે દેશો પૂરતી સીમિત નથી રહી પરંતુ તેની લપેટમાં ઘણા મુસ્લિમ દેશો આવી ગયા છે, જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર અને શેરબજારો પર જોવા મળી રહી છે.

| Updated on: Mar 02, 2026 | 8:57 PM
1 / 13
ઈઝરાયેલ (Tel Aviv Stock Exchange - TASE): ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ છતાં તેલ અવીવ સ્ટોક એક્સચેન્જમાં કામગીરી ચાલુ રાખવામાં આવી છે. યુદ્ધની શરૂઆતમાં રોકાણકારોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો, જેના કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ TA-35 આશરે 2.5% થી 4% સુધી ગગડ્યો હતો. જો કે, ડિફેન્સ સેક્ટરના શેરોમાં તેજી અને સેન્ટ્રલ બેંકના સક્રિય હસ્તક્ષેપને કારણે બજાર હાલમાં રિકવરીના પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે.

2 / 13
ઈરાન (Tehran Stock Exchange - TSE): 'ઈરાન' પર અમેરિકા અને ઈઝરાયેલના સતત મિસાઈલ હુમલા તેમજ ગંભીર સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને તેહરાન સ્ટોક એક્સચેન્જ (TSE) માં હાલમાં ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે.

3 / 13
લેબનોન (Beirut Stock Exchange - BSE): મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યુદ્ધમાં લેબનોનનું આર્થિક માળખું અત્યંત નબળું પડ્યું છે. બેરૂત સ્ટોક એક્સચેન્જ ચાલુ છે પરંતુ ટ્રેડિંગ વોલ્યુમ નહિવત જેવું છે. બેન્કિંગ અને કન્સ્ટ્રક્શન શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગતા માર્કેટ ઇન્ડેક્સમાં 1.5% થી 3% નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

4 / 13
પેલેસ્ટાઈન (Palestine Exchange - PEX): આ સિવાય પેલેસ્ટાઈન એક્સચેન્જની કામગીરી પણ લગભગ સ્થગિત (બંધ જેવી) છે. ભૌતિક નુકસાન અને ઇન્ટરનેટ તેમજ સંચાર સેવાઓના અભાવે ટ્રેડિંગ નિયમિત રીતે થઈ શકતું નથી. બજારમાં જ્યારે પણ કામગીરી શરૂ થાય છે, ત્યારે તે મોટાપાયે નેગેટિવ ટ્રેન્ડ અને લિસ્ટેડ કંપનીઓના ભાવમાં કડાકા સાથે જોવા મળે છે.

5 / 13
સીરિયા (Damascus Securities Exchange - DSE): સીરિયામાં વર્ષોથી ચાલતા આંતરિક સંઘર્ષ વચ્ચે હવે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર પણ જોવા મળી રહી છે. દમાસ્કસ સ્ટોક એક્સચેન્જ હાલમાં ચાલુ છે પરંતુ આંતરરાષ્ટ્રીય રોકાણકારોના અભાવે અહીં બજાર ખૂબ જ મર્યાદિત છે. આ તણાવને કારણે સ્થાનિક રોકાણકારો સાવચેત બન્યા છે, જેને પગલે ઇન્ડેક્સમાં 0.3% થી 0.7% જેવી સાધારણ વધઘટ જોવા મળે છે.

6 / 13
ઇરાક (Iraq Stock Exchange - ISX): ઈરાન સમર્થિત જૂથોની સક્રિયતાને કારણે ઇરાકનું શેરબજાર પણ હલચલમાં છે. બગદાદમાં સ્ટોક એક્સચેન્જ ચાલુ છે પરંતુ તેલના નિકાસ પર અસર થવાના ડરથી રોકાણકારો સતર્ક છે. તેલની કંપનીઓના શેર પર દબાણ વધવાને કારણે ઇન્ડેક્સમાં આશરે 1.2% નો ઘટાડો નોંધાયો છે, કારણ કે યુદ્ધ લાંબુ ખેંચાય તો લોજિસ્ટિક્સમાં મુશ્કેલી પડી શકે છે.

7 / 13
યમન (No Official Exchange): યમનમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષ અને બળવાખોરોની ગતિવિધિઓને કારણે દેશનું નાણાકીય માળખું પડી ભાંગ્યું છે. અહીં અત્યારે કોઈ સત્તાવાર સ્ટોક એક્સચેન્જ કાર્યરત નથી, તેથી ટ્રેડિંગ બંધ છે. દેશની અર્થવ્યવસ્થા માત્ર વિદેશી સહાય અને મર્યાદિત વ્યાપાર પર ટકેલી છે.

8 / 13
સાઉદી અરેબિયા (Saudi Exchange): વિશ્વના સૌથી મોટા શેરબજારોમાંનું એક સાઉદી એક્સચેન્જ અત્યારે ભારે વોલેટિલિટીનો સામનો કરી રહ્યું છે. માર્કેટ ચાલુ છે અને તેલના ભાવમાં થયેલા વધારાને કારણે શરૂઆતમાં ઓઈલ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી પરંતુ પ્રાદેશિક અસ્થિરતાના ડરથી રોકાણકારોએ નફો બુક કરતા ઇન્ડેક્સમાં આશરે 4% નો ઘટાડો જોવા મળ્યો છે.

9 / 13
UAE (Dubai Financial Market - DFM / ADX): વધતા જતા પ્રાદેશિક સંઘર્ષના પ્રતિસાદ રૂપે, સંયુક્ત આરબ અમીરાત (UAE) એ જાહેરાત કરી છે કે તેના બે મોટા નાણાકીય બજારો, અબુ ધાબી સિક્યોરિટીઝ એક્સચેન્જ (ADX) અને દુબઈ ફાઇનાન્શિયલ માર્કેટ (DFM), સોમવાર, 2 માર્ચ અને મંગળવાર, 3 માર્ચ, 2026 ના રોજ બંધ રહેશે.

10 / 13
જોર્ડન (Amman Stock Exchange - ASE): ઈઝરાયેલની સરહદ સાથે જોડાયેલું હોવાથી જોર્ડનનું બજાર સીધી અસર હેઠળ છે. એમ્માન સ્ટોક એક્સચેન્જ ચાલુ છે પરંતુ હવાઈ ક્ષેત્ર બંધ થવા અને પ્રવાસન ક્ષેત્ર પર પડતી અસરને કારણે રોકાણકારો ચિંતિત છે. મળતી માહિતી મુજબ, બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં 0.8% થી 1.2% નો ઘટાડો જોવા મળ્યો છે.

11 / 13
ઈજિપ્ત (Egyptian Exchange - EGX): ઈજિપ્તની અર્થવ્યવસ્થા પહેલેથી જ દબાણ હેઠળ છે અને આ યુદ્ધે તેની મુશ્કેલી વધારી છે. કાચો માલ મોંઘો થવાના ડરથી ઈજિપ્તનું બજાર ચાલુ હોવા છતાં નેગેટિવ ઝોનમાં છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સ EGX30 માં આશરે -291.77 (-0.61%) પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

12 / 13
કતાર (Qatar Stock Exchange - QSE): નેચરલ ગેસના સૌથી મોટા નિકાસકારોમાંના એક કતારનું બજાર હજુ પણ કાર્યરત અને ચાલુ છે. ગેસના સપ્લાય અને શિપિંગ રૂટ પર હુથી હુમલાઓના જોખમને કારણે રોકાણકારોમાં ગભરાટ છે. આ કારણોસર કતારના શેરબજારમાં -474.15 પોઈન્ટ્સ (આશરે -4.29%) નો કડાકો જોવા મળ્યો હતો.

13 / 13
તુર્કી (Borsa Istanbul - BIST): તુર્કીનું શેરબજાર અત્યારે ખૂબ જ અસ્થિર છે. ઈરાન-ઈઝરાયેલ તણાવને પગલે વિદેશી રોકાણકારોએ મોટા પાયે વેચવાલી કરી છે. બજાર ચાલુ હોવા છતાં, તુર્કીનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ BIST 100 આશરે 180 પોઈન્ટ્સ (2.3%) જેટલો નીચે સરક્યો હતો.