કોકોકાર્ટ વેન્ચર્સ વિશે વાત કરીએ તો, તે છૂટક અને જથ્થાબંધ બંને પ્રકારના માલસામાનની ખરીદી, વેચાણ, લેબલીંગ, રીલેબલીંગ, પુનઃવેચાણ, આયાત, નિકાસ, પરિવહન, સંગ્રહ, પ્રમોશન, માર્કેટિંગ અથવા પુરવઠાના વ્યવસાયમાં સંકળાયેલું છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીનું ટર્નઓવર રૂ. 99.63 કરોડ (FY23), રૂ. 51.61 કરોડ (FY22) અને રૂ. 6.89 કરોડ (FY21) હતું.