Profitable Share : ખરીદી રાખજો, સ્માર્ટ ટેકનોલોજી સાથે આગળ વધતાં દેશમાં આ 3 શેરના ભાવ પણ વધશે, જાણો કારણ
દેશની દરેક રાજ્ય સરકાર ઝડપથી પરંપરાગત મીટરને બદલી રહી છે અને સ્માર્ટ મીટર લગાવી રહી છે. ઉપરાંત, હવે ગેસ સિલિન્ડરની જગ્યાએ પાઈપલાઈન નાખવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, મીટરની માંગ આગામી સમયમાં દેશમાં વધશે. આવી સ્થિતિમાં આ ત્રણેય કંપનીઓના શેરના ભાવ વધશે.
1 / 6
હવે આગામી સમય સ્માર્ટ ટેકનોલોજીનો છે. કારણ કે ટેકનોલોજીનો વિકાસ એટલી હેડ સુધી થયો છે. જૂની પદ્ધતિઓને પાછળ છોડી સરકાર નવી ટેકનોલોજી સાથે દેશનો વિકાસ કરી રહ્યું છે. ત્યારે એવી 3 કંપની છે. જેની પ્રોડક્ટ સરકાર આગામી સમયમાં મોટાભાગે ખરીદશે. હવે આ કંપનીના શેર રોકાણકારોએ શા માટે ખરીદવા તેને લઈને પણ અનેક પ્રશ્નો થતાં હશે. પરંતુ તે પહેલા આ 3 કંપની વિષે જાણવું જરૂરી છે.
2 / 6
Genus Power Infrastructures Ltd : જીનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ, 1992 માં સ્થાપિત કૈલાશ જૂથનો એક ભાગ છે. તે મીટરિંગ અને મીટરિંગ સોલ્યુશન્સનું ઉત્પાદન અને પ્રદાન કરવામાં અને ટર્નકી ધોરણે 'એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન અને કોન્ટ્રાક્ટ્સ' હાથ ધરવામાં રોકાયેલ છે. તે વ્યૂહાત્મક રોકાણ પ્રવૃત્તિ પણ હાથ ધરે છે. આ કંપનીના શેર 3 ઓકટોબર, ગુરુવારે 384.00 પર બંધ થયા હતા.
3 / 6
Permanent Magnets Ltd : 1960 માં સ્થાપિત, પરમેનન્ટ મેગ્નેટ લિમિટેડ એન્જિનિયરિંગ અને કરન્ટ સેન્સિંગ એપ્લિકેશન્સના વ્યવસાયમાં છે. આ કંપનીના શેર ગુરુવારે 955.00 પર બંધ થયો હતો.
4 / 6
HPL Electric & Power Ltd : HPL ઈલેક્ટ્રીક એન્ડ પાવર લિમિટેડ એ ભારતમાં છેલ્લા 40 વર્ષથી કાર્યરત અગ્રણી વિદ્યુત સાધનો ઉત્પાદક કંપની છે. કંપની ઇલેક્ટ્રિક સાધનોના પાંચ મુખ્ય ઉત્પાદન વર્ટિકલ્સમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે - મીટરિંગ સોલ્યુશન્સ, મોડ્યુલર સ્વીચો, સ્વિચગિયર્સ, LED લાઇટિંગ અને વાયર અને કેબલ્સ. તે પાવર યુટિલિટીઝ, સરકારી એજન્સીઓ અને રિટેલ અને સંસ્થાકીય ગ્રાહકો જેવા ગ્રાહક સેગમેન્ટના વિશાળ સ્પેક્ટ્રમને પૂરી પાડે છે, જેમાં વિશ્વસનીય ઇલેક્ટ્રિકલ બ્રાન્ડ તરીકે મજબૂત બ્રાન્ડ રિકોલ છે. આ કંપનીના શેર ગુરુવારે 549.00 પર બંધ થયા હતા.
5 / 6
હવે આ શેર શા માટે ખરીદવા તેનો જવાબ જોઈએ તોદેશમાં દરેક જગ્યાએ વીજળીની જરૂર છે, પછી તે ઘર હોય, દુકાન હોય, શોરૂમ હોય કે ફેક્ટરી હોય. કેટલી વીજળી વપરાય છે તે જોવા માટે મીટર લગાવવું ફરજિયાત છે. ત્યાં બે પ્રકારના મીટર છે - Traditional meter અને Smart મીટર. બંને પ્રકારના મીટર આ ત્રણ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે અને દેશમાં પાવર, સોલાર અને PNG સપ્લાય કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે. ત્યારે તમારે આ શેર વિશે પણ જાણવું જરૂરી છે. જેનું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે.
6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.
Published On - 7:14 pm, Thu, 3 October 24