
અગાઉના ચાર્ટ પર નજર કરવામાં આવે તો Nifty Auto Index એ 11 સપ્ટેમ્બરથી હિટ કરવાનું શરુ કરી દીધું હતું. ચાર્ટ પર Upside moveના સંકેતો જોવા મળ્યા હતા.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (M&M) ના શેરોએ તાજેતરમાં સારું પ્રદર્શન કર્યું છે. સપ્ટેમ્બર 2024માં M&M શેર્સમાં 13.3%નો વધારો જોવા મળ્યો છે, જે તેને રોકાણકારો માટે આકર્ષક બનાવે છે. કંપનીએ આ વર્ષે અત્યાર સુધીમાં 83.94%નો વધારો આપ્યો છે, જેનો સ્ટોક હાલમાં જાન્યુઆરીમાં ₹1,729.4ની સામે ₹3,181.1 પર છે. આ વૃદ્ધિ કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિ, નવા વાહનોના લોન્ચિંગ અને વિશ્લેષકોના હકારાત્મક અનુમાનોને કારણે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.