Profit Booking: શેરબજારમાં હવે Nifty કરાવશે મોટો નફો, આ કારણે રોકાણકરો કરી શકશે પ્રોફિટ બુક
શેરબજારમાં કમાણી રોકાણ કરવા અને નફો કમાવા પહેલા લોકો એટલું જાણતા હોય છે કે શેરબજારની મોટાભાગની કમાણી જો ચાર્ટ સમજમાં આવે તો કરી શકાય. પરંતુ એક સાથે અનેક ચાર્ટ ઇન્ડિકેટર સમજવા મુશ્કેલ છે. જેથી રોકાણકારોને સરળતા રહે તે માટે અહીં કેટલીક મહત્વની માહિતી આપવામાં આવી છે. જેના થકી સારી કમાણી કરી શકાય. અહી Nifty નો ચાર્ટ સહિત મહત્વના ઇન્ડિકેટર વિશે માહિતી આપવામાં આવી છે જેને સમજી તમે આગમાઈ સમયમાં નિફ્ટીમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો.
1 / 6
નિફ્ટી એ ભારતીય શેરબજારનો મુખ્ય સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ છે, જેનું સંચાલન NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) દ્વારા કરવામાં આવે છે. તેને સત્તાવાર રીતે નિફ્ટી 50 કહેવામાં આવે છે, કારણ કે તે NSE પર સૂચિબદ્ધ 50 અગ્રણી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. નિફ્ટીનો હેતુ ભારતીય અર્થતંત્ર અને મુખ્ય ઉદ્યોગ ક્ષેત્રોની કામગીરીને પ્રતિબિંબિત કરવાનો છે. તેમાં આઈટી, બેંકિંગ, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, એફએમસીજી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોની મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. આ શેરમાં રોકાણ કરવા પહેલા આ મહત્વની માહિતી જાણવી ખૂબ જરૂરી છે.
2 / 6
Nifty માં Candle 10 DEMA પછી 20 DEMAની લાઈન તોડીને નીચે ગઈ છે. ગઈકાલે જ તે 10 DEMA તોડ્યો. શેરબજારમાં આ મહત્વના સંકેત છે. જેને જો રોકાણકારો સમજી જાય તો સારી કમાણી કરી શકે.
3 / 6
DEMAની લાઈન તોડીને નીચે તરફ કેન્ડલ જવી આવી ઘટના મહિનામાં એકવાર ચોક્કસપણે થાય છે અને જ્યારે પણ આવું થાય છે, તેનો અર્થ એ છે કે બજાર આગામી ચારથી 6 દિવસ સુધી પ્રોફિટ બુકિંગ મોડમાં રહી શકશે. 2024માં અત્યાર સુધીમાં કુલ 8 વખત આવું બન્યું છે. મહત્વનું છે કે ફક્ત ફેબ્રુઆરી મહિનામાં આ પ્રકારનો ચાર્ટ બન્યો ન હતો.
4 / 6
રોકાણકારો રોકાણ કરે છે ત્યારે કેન્ડલને જોઈને મોટાભાગનો ટ્રેડ નક્કી કરતાં હોય છે. શેરબજારમાં Nifty માં ક્યારે ક્યારે આવું બન્યું આ પ્રકારની સ્થિતિ સર્જાઇ તે તમામ વિગતવાર માહિતી અહીં ચાર્ટમાં તારીખો સહિત બતાવવામાં આવી છે.
5 / 6
રોકાણકરો હવે જો Niftyમાં રોકાણ કરશે તો આગામી 6 દિવસ સુધી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ કરી શકશે તેવી સ્થિતિ હાલના ઇન્ડિકેટર દ્વારા જણાઈ આવે છે. શુક્રવારે 2:40 એ Nifty 1.22% ઘટાડા સાથે 24,838.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 3:38 pm, Fri, 6 September 24