
આ અધિગ્રહણ દ્વારા, સન ટીવીએ રમતગમત અને મનોરંજન જગતમાં તેની આંતરરાષ્ટ્રીય હાજરીને વધુ મજબૂત બનાવી છે. કંપની પાસે પહેલાથી જ IPL ની સનરાઇઝર્સ હૈદરાબાદ અને દક્ષિણ આફ્રિકાની SA20 લીગની સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ ફ્રેન્ચાઇઝ છે.

હવે કંપનીએ યુકે જેવા ખાસ ક્રિકેટ બજારમાં 'ધ હંડ્રેડ' ટીમને જોડીને તેના પોર્ટફોલિયોમાં વધારો કર્યો છે. સન ટીવી કહે છે કે, 'ધ હંડ્રેડ' એક ઝડપથી વિકસતી લીગ છે અને ભવિષ્યમાં વધુ સારું નાણાકીય રિટર્ન મળશે તેવી સંભાવના છે. 21 જુલાઈ સોમવારના દિવસે શેરનો ભાવ 591.10 પર બંધ થયો હતો પરંતુ મંગળવારના દિવસે એટલે કે 22 જુલાઈના રોજ શેરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. શેરનો ભાવ 591.10 થી ઘટીને 587.00 રૂપિયાએ આવી ગયો છે.

અહેવાલ મુજબ, કંપનીનો Return on Equity (ROE) 18.69% છે, જે બતાવે છે કે કંપનીનું મેનેજમેન્ટ સારી રીતે કામ કરી રહ્યું છે. ઉપરાંત, કંપનીનું મૂલ્યાંકન પણ એની સમકક્ષ બીજી કંપનીઓની સરખામણીએ યોગ્ય છે. તેમ છતાં, કંપનીએ છેલ્લા ત્રણ તિમાસિક ક્વાર્ટરમાં સતત ખરાબ પરિણામો જાહેર કર્યા છે. આ કારણે રોકાણકારોમાં નિરાશા ફેલાઈ છે અને તેના શેરના ભાવમાં તાજેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
Published On - 8:52 pm, Mon, 21 July 25