રોકાણકારો ધ્યાન આપો… શુક્રવારે માર્કેટમાં રજા, જાણો 3 દિવસ બજાર બંધ રહેવાનું કારણ

જો તમે શેરબજારમાં ટ્રેડિંગ કરો છો, તો તમારા માટે એક જરૂરી સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, આ અઠવાડિયે બજારમાં માત્ર 4 દિવસ જ કામકાજ થશે.

| Updated on: Apr 29, 2026 | 4:29 PM
1 / 5
આ શુક્રવારે શેરબજાર બંધ રહેશે, જેના કારણે NSE અને BSE માં કોઈ પણ પ્રકારની લે-વેચ થશે નહીં. સ્ટોક માર્કેટ 1 મે, શુક્રવારના રોજ બંધ રહેશે. રજા દરમિયાન તમે ટ્રેડિંગ કરી શકશો નહીં, તેથી તમારા રોકાણ અને ટ્રેડિંગનું આયોજન અગાઉથી કરી લેવું હિતાવહ છે. સાચી માહિતી રાખવાથી તમે નુકસાન અને ઉતાવળિયા નિર્ણયોથી બચી શકો છો.

2 / 5
શુક્રવાર, 1 મેના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંધ રહેશે. 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે રજા હોવાથી શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. ત્યારબાદ વીકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પણ બજાર બંધ રહેશે. આનો અર્થ છે કે, સતત ત્રણ દિવસ સુધી ટ્રેડિંગ થઈ શકશે નહીં. આ દિવસોમાં ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ, કરન્સી, SLB અને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ (EGR) સાથે જોડાયેલા તમામ સેગમેન્ટ્સ બંધ રહેશે.

3 / 5
NSE અનુસાર, વર્ષ 2026 માં કુલ 16 ટ્રેડિંગ હોલિડે (રજાઓ) છે, જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થતો નથી. સ્ટોક માર્કેટની રજાઓની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.

4 / 5
વર્ષ 2026માં શેરબજારના રજાઓના કેલેન્ડર પર નજર કરીએ તો, રોકાણકારો માટે ઘણા મહત્વના દિવસોએ વેપાર બંધ રહેશે. ઉનાળાની શરૂઆતમાં 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે બજારમાં રજા રહેશે, ત્યારબાદ જૂન મહિનામાં 28 મેના રોજ બકરી ઈદ અને 26 જૂને મોહરમ નિમિત્તે કામકાજ બંધ રહેશે.

5 / 5
ત્યારબાદ 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની રજા આવશે. વધુમાં 20 ઓક્ટોબરે દશેરા, 10 નવેમ્બરે દિવાળી (બલિપ્રતિપદા) અને 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ નિમિત્તે બજારમાં રજા જાહેર કરવામાં આવી છે. વર્ષના અંતમાં 25 ડિસેમ્બરે નાતાલ (ક્રિસમસ) ની રજા પણ હશે. આ રજાઓને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ પોતાનું ટ્રેડિંગ પ્લાનિંગ કરવું જોઈએ.

Follow Us