
વર્ષ 1999 માં HDFC બેંક શેરના ભાવ 5.50 રૂપિયા હતા. આ ભાવ મૂજબ 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરી હોય તો 18,181 શેર થાય છે. આજે એટલે કે, 6 ડિસેમ્બરના રોજ HDFC બેંક શેરના ભાવ 1,626.30 રૂપિયા છે.

આજના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 18,181 શેર X 1,626.30 રૂપિયા = 2,95,69,090. એટલે કે 2.95 કરોડ રૂપિયા થાય છે. આ રીતે જો તમે વર્ષ 1999 માં 1 લાખ રૂપિયાની FD કરવાને બદલે શેર ખરીદ્યા હોય તો તે 2.95 કરોડ રૂપિયા થઈ ગયા હોત.

HDFC બેંક દ્વારા સમયાંતરે ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં બેંકે 430 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. તે મૂજબ ગણતરી કરીએ તો 18,181 શેર X 430 રૂપિયા ડિવિડન્ડ = 78,17,830. એટલે કે 78 લાખ રૂપિયા થાય છે. હવે શેરના ભાવ મૂજબના 2.95 કરોડ રૂપિયામાં ડિવિડન્ડના 78 લાખ રૂપિયા ઉમેરી દઈએ તો કુલ રકમ 37386920 રૂપિયા થાય છે. એટલે કે લગભગ 3.74 કરોડ રૂપિયા.
Published On - 4:24 pm, Wed, 6 December 23