
કંપનીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) હેઠળ સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં પારદર્શિતા અને ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવે છે. આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. કંપની તેની તકનીકી શક્તિ અને સમયસર કાર્ય પૂર્ણ કરવાની યોજના સાથે આ દિશામાં કામ કરી રહી છે.

આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર અને સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે વીજળીના પુરવઠામાં વધુ સુધારો કરશે. અદાણી ગ્રુપની આ સિદ્ધિ ઉર્જા ક્ષેત્રમાં તેમની વધતી જતી તાકાત દર્શાવે છે. કંપનીનું કહેવું છે કે આ પ્રોજેક્ટ ભારતને ઉર્જાના સંદર્ભમાં આત્મનિર્ભર બનાવવામાં અને ગ્રીન એનર્જીના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ સાથે, આ પ્રોજેક્ટ સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરશે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. અદાણી ગ્રુપનું આ પગલું ભારતની ઉર્જા અને માળખાગત સુવિધાઓમાં રોકાણને વધુ આકર્ષિત કરશે.

આ સોદાની અસર અદાણી ગ્રુપના શેર પર જોવા મળશે. આવતા અઠવાડિયે ગ્રુપના શેર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ડીલની અસર અદાણી એનર્જી સોલ્યુશન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પાવર જેવા શેરો પર જોવા મળી શકે છે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
Published On - 9:25 pm, Fri, 30 May 25