Stock Market : ગૌતમ અદાણી પર થયો રૂપિયાનો વરસાદ, આ કંપનીઓએ કર્યો મોટો નફો, જાણો કારણ

|

Oct 24, 2024 | 7:35 PM

દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. આનું કારણ તેમની કેટલીક કંપનીઓના ત્રિમાસિક પરિણામોની જાહેરાત છે, જેનો નફો જુલાઈ-સપ્ટેમ્બરમાં નોંધપાત્ર રીતે વધ્યો છે.  

1 / 6
દેશના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી ઘણાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. તેમની કંપનીઓ દરેક ક્ષેત્રમાં જબરદસ્ત પ્રદર્શન કરવાનું ચાલુ રાખે છે અને આ વખતે પણ તેમની મોટાભાગની કંપનીઓના નફામાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુરુવારે, અદાણી વિલ્મર લિમિટેડ, જે કુકિંગ ઓઈલ સેગમેન્ટમાં કામ કરે છે અને ઘરોમાં ગેસ સપ્લાય કરતી કંપની અદાણી ટોટલ ગેસે તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે.

2 / 6
'ફોર્ચ્યુન' બ્રાન્ડના માલિક અદાણી વિલ્મર લિમિટેડનો એકીકૃત ચોખ્ખો નફો જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂપિયા 311.02 કરોડ હતો. કંપનીની આવકમાં વધારો થવાને કારણે તેનો નફો વધ્યો છે. આ પહેલા, પાછલા નાણાકીય વર્ષ 2023-24 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, કંપનીનો ચોખ્ખો નફો 130.73 કરોડ રૂપિયાની ખોટ હતો. આ કંપનીના શેર 24 ઓકટોબર, ગુરુવારે 337.50 પર બંધ થયા હતા.

3 / 6
અદાણી વિલ્મર લિમિટેડ એ અદાણી ગ્રુપ અને સિંગાપોરના વિલ્મર દ્વારા રચાયેલું સંયુક્ત સાહસ છે. શેરબજારને આપેલી માહિતીમાં, કંપનીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને રૂપિયા 14,565.30 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 12,331.20 કરોડ હતી.

4 / 6
અદાણી ગ્રુપની ગેસ સપ્લાય બિઝનેસ કંપની 'Adani Total Gas Ltd'ના નફામાં પણ આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. કંપનીનો ચોખ્ખો નફો 6 ટકાની વૃદ્ધિ સાથે રૂપિયા 178 કરોડ હતો. જ્યારે કંપનીનો કોન્સોલિડેટેડ નફો 186 કરોડ રૂપિયા રહ્યો છે. 24 ઓકટોબર, ગુરુવારે આ કંપની 755.30 ppઆર બંધ થઈ હતી.

5 / 6
આ સમયગાળા દરમિયાન કંપનીની ઓપરેશનલ આવક 12 ટકા વધીને રૂપિયા 1,315 કરોડ થઈ છે. અદાણી ટોટલ ગેસ શહેરોમાં CNG પંપ ચલાવે છે. તે પાઇપલાઇન દ્વારા ઘરોમાં PNG સપ્લાય પણ કરે છે. અદાણી ટોટલ ગેસના સીએનજી સ્ટેશનની સંખ્યા વધીને 577 થઈ ગઈ છે. કંપનીના PNG કનેક્શન ધરાવતા મકાનોની સંખ્યા 8.93 લાખ પર પહોંચી ગઈ છે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

Next Photo Gallery