Stock Market: આ ‘2 શેર’ રોકેટ બનવાની તૈયારીમાં… 55% થી વધુના વળતર સાથે એક્સપર્ટ્સે આપ્યું ‘BUY’ રેટિંગ

શેરબજારમાં અત્યારે ભલે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા હોય પરંતુ નિષ્ણાતોના મતે આ '2 સ્ટોક' તમારા પોર્ટફોલિયોમાં જબરદસ્ત ચમક લાવી શકે તેમ છે.

| Updated on: Feb 22, 2026 | 12:17 PM
1 / 6
ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોમાં ઘણી કંપનીઓનું પ્રદર્શન અંદાજ મુજબ રહ્યું નથી. તેમ છતાંય, આગળના સકારાત્મક સંકેતોને જોતા બ્રોકરેજ હાઉસ આ 2 સ્ટોકને લઈને પોઝિટિવ છે.

2 / 6
ICICI Securities ના એક રિપોર્ટ મુજબ, Ajax Engineering ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની વ્યાપક નબળાઈનો સામનો કરવો પડ્યો છે. કેટલાક રાજ્યોમાં ચૂંટણીના કારણે બિઝનેસ પર અસર જોવા મળી હતી. આ સાથે જ વેચાણ પર પણ અસર પડી અને વોલ્યુમમાં 31 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો કે, આ ટ્રેન્ડ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં જોવા મળ્યો છે. માંગ નબળી રહેવાને કારણે કંપનીઓએ કિંમતોમાં પણ વધારો કર્યો નથી, જેના પરિણામે માર્જિન દબાણ હેઠળ રહ્યા છે.

3 / 6
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી 2026ના વોલ્યુમના આંકડામાં સુધારાના પ્રારંભિક સંકેતો મળ્યા છે. સોલર પ્રોજેક્ટ્સ, સિંચાઈ અને ગ્રામીણ રસ્તાઓના નિર્માણ જેવા ક્ષેત્રોમાં માંગ વધવા લાગી છે. એવામાં બ્રોકરેજે તેની કમાણીના અંદાજમાં કાપ મૂક્યો છે પરંતુ ₹770 નો ટાર્ગેટ આપતા ‘BUY’ રેટિંગ જાળવી રાખ્યું છે, જે ₹487.80 ના વર્તમાન ભાવની સરખામણીએ અંદાજે 58 ટકાનો સંભવિત ઉછાળો દર્શાવે છે.

4 / 6
બીજી તરફ, Inox Wind પર Motilal Oswal ના 14 ફેબ્રુઆરી 2026 ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કંપનીની આવક અંદાજ કરતા 34 ટકા ઓછી રહી છે. EBITDA પણ અંદાજ કરતા 15 ટકા ઓછો રહ્યો હતો. જો કે, EBITDA માર્જિન 23 ટકાના મજબૂત લેવલે જળવાઈ રહ્યું હતું, જે કંપનીની ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવે છે.

5 / 6
બજાર અને પાવર/રિન્યુએબલ સેક્ટરમાં નબળા રોકાણ સેન્ટિમેન્ટ, કમાણીના અંદાજમાં થોડો કાપ અને નવા ઓર્ડરની ધીમી ગતિને જોતા બ્રોકરેજે વેલ્યુએશન મલ્ટિપલ 24 ગણાથી ઘટાડીને 20 ગણું કર્યું છે.

6 / 6
કંપની મેનેજમેન્ટનું કહેવું છે કે, તેઓ ઓર્ડર બુક વધારવા બાબતે આત્મવિશ્વાસ ધરાવે છે અને સેક્ટરના લાંબાગાળાના દ્રષ્ટિકોણ અંગે સકારાત્મક છે. બ્રોકરેજે ₹150 નો સુધારેલો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે, જે ₹96.65 ના વર્તમાન ભાવની સામે અંદાજે 42 થી 55 ટકા સુધીની સંભવિત તેજી સૂચવે છે.

Published On - 12:06 pm, Sun, 22 February 26