Stock Market : ITC ના શેરમાં સતત થઈ રહ્યો છે ઘટાડો, હજુ પણ ભાવ જશે નીચે ! જાણો ક્યારે વધશે ભાવ ?
ITC શેરમાં ઘટાડો 27 સપ્ટેમ્બર 2024 ના રોજ શરૂ થયો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં એટલે કે 06 જાન્યુઆરી, 2025 સુધી આ સ્ટોક 16 ટકાથી વધુ ઘટ્યો છે. જો કે તે વચ્ચે વધ્યો પરંતુ ફરી તે નીચે આવ્યો.
1 / 9
2024 ના છેલ્લા કેટલાક મહિનામાં ITC શેરમાં વધારો ડિમર્જરના સમાચારને કારણે હતો. આ દરમ્યાન અનેક ઉતાર ચડાવ જોવા મળ્યા હતા.
2 / 9
કંપનીએ તેના હોટલ બિઝનેસને અલગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ નિર્ણય 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવ્યો હતો. એટલે કે હવે આઈટીસીના શેર અને આઈટીસી હોટેલ્સના શેર બે અલગ-અલગ કંપનીઓ બની ગયા છે.
3 / 9
જો કે, ITC હોટેલ્સનું લિસ્ટિંગ આગામી 60 દિવસમાં કરવામાં આવશે એટલે કે માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં, કુલ 60 દિવસનો સમય પૂરો થઈ જશે અને તે દરમિયાન, ITC હોટેલ્સનું લિસ્ટિંગ સ્ટોકમાં થઈ જશે. આ બાદ રોકાણકારો તેમાં ટ્રેડિંગ કરી શકશે.
4 / 9
દરમિયાન, 1 જાન્યુઆરીએ ડિમર્જરને કારણે, ITCના શેરમાં ઘટાડો થયો છે અને આજે એટલે કે 06 જાન્યુઆરીએ, તે એક જ દિવસમાં 8 ટકાથી વધુ ઘટી ગયો છે. હવે પ્રશ્ન આવે છે કે શું તે વધુ ઘટશે.
5 / 9
ITC ના ચાર્ટ પર, વિવિધ સૂચકાંકો સ્પષ્ટપણે દર્શાવે છે કે ડાઉન ટ્રેન્ડ ચાલુ રહેશે. ITCના 35 લાખથી વધુ શેરધારકો છે. તેની માર્કેટ કેમની વાત કરવામાં આવે તો 5,53,643 Cr માર્કેટ કેપ છે.
6 / 9
જો તમે ITCમાં રોકાણ કરવા માંગતા હોવ, તો તમારા માટે ચાર લેવલ પર યોગ્ય દરે તેના શેર ખરીદવાની તક મળી શકે છે. પ્રથમ લેવલ 424 રૂપિયા છે. બીજું લેવલ 408 છે. ત્રીજું 389 અને ચોથું લેવલ 357 છે.
7 / 9
TSI અનુસાર, સ્ટોકમાં નબળાઈ વધી છે એટલે કે ખરીદદારો કરતાં વેચાણકર્તાઓ વધુ છે. TSIનું સ્તર માઈનસ શૂન્યના સ્તરે પહોંચી ગયું છે. જો તે આનાથી નીચે જશે, તો ઘટાડો વધુ વેગ આપશે.
8 / 9
જો કે, RSI અનુસાર, તે હજુ સુધી ઓવરસોલ્ડ ઝોનમાં પ્રવેશ્યું નથી, એટલે કે તે વધુ પડતા વેચાણ સ્તરને સ્પર્શ્યું નથી. પરંતુ હવે જે પ્રકારનો ચાર્ટ બનાવવામાં આવ્યો છે તે જોતાં આ અઠવાડિયે ITCના શેરમાં વધુ 10 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે.
9 / 9
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
Published On - 4:39 pm, Mon, 6 January 25