Gujarati News Photo gallery Stock Big news for IREDA investors a big decision will be taken before August 30 the chairman hinted share market
IREDAના રોકાણકારો માટે મોટા સમાચાર, 30 ઓગસ્ટ પહેલા લેવાશે મોટો નિર્ણય, ચેરમેને આપ્યા સંકેત
સરકારી કંપની IREDA ની બોર્ડ મીટિંગ 29મી ઓગસ્ટના રોજ યોજાવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે IREDAના શેર 150 ટકા વધ્યા છે. શુક્રવારે IREDAનો શેર 2 ટકાથી વધુના વધારા સાથે રૂ. 260.30 પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે, IREDA ને આ માટે ભારત સરકારની મંજૂરીની જરૂર પડશે.
1 / 9
સરકારી કંપની IREDA (Indian Renewable Energy Development Agency) પર નજર રાખો. આવતા અઠવાડિયે બોર્ડની બેઠક મળવાની છે. કંપની આ બેઠકમાં રૂ. 4500 કરોડનું ભંડોળ એકત્ર કરવાનો નિર્ણય લેશે.
2 / 9
IREDA ની બોર્ડ મીટિંગ ગુરુવાર, 29 ઓગસ્ટ 2024 ના રોજ યોજાશે. શુક્રવારે IREDAનો શેર 2 ટકાથી વધુના વધારા સાથે રૂ. 260.30 પર બંધ થયો હતો.
3 / 9
IREDAના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદિમ કુમાર દાસે ખાનગી પોર્ટલ સાથે વાત કરતાં હિસ્સો ઘટાડવાનો સંકેત આપ્યો હતો. પ્રદીપ કુમાર દાસે જણાવ્યું હતું કે ભારત સરકાર પાસેથી હિસ્સો 10 ટકા ઘટાડવાની માંગ કરવામાં આવી છે. IREDA એ આ પ્લાન DIPAM ને સબમિટ કર્યો છે. તમને જણાવી દઈએ કે, IREDA ને આ માટે ભારત સરકારની મંજૂરીની જરૂર પડશે.
4 / 9
કંપની ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP), રાઇટ ઇશ્યૂ અથવા ફંડ એકત્ર કરવા માટે અન્ય પદ્ધતિઓ અપનાવશે કે કેમ તે અંગેનો નિર્ણય 29 ઓગસ્ટે લેવામાં આવશે.
5 / 9
ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે દર વર્ષે 50 ગીગાવોટ ઉમેરવી પડશે. આવી સ્થિતિમાં કંપનીએ ભંડોળ ઊભું કરવું પડશે.
6 / 9
IREDA એ આ વર્ષે નવેમ્બર 2023 દરમિયાન શેરબજારમાં ડેબ્યુ કર્યું છે. કંપનીના ઈશ્યુની પ્રાઇસ બેન્ડ રૂ. 32 છે. IPO 56 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો.
7 / 9
15 જુલાઈના રોજ કંપનીના શેર રૂ. 310ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. આ IPO કિંમત કરતાં 520 ટકા વધુ હતું. હાલમાં કંપનીના શેર રૂ.260ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે.
8 / 9
જે IREDA ની ઇશ્યુ કિંમત કરતા 420 ટકા વધુ છે. તમને જણાવી દઈએ કે, 2024માં IREDAના શેરમાં 150 ટકાનો વધારો થયો છે.
9 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.