Vinesh Phogat Family Tree : બાપુ સેહત કે લિયે તુ તો હાનિકારક હૈ, પિતા, કાકા, જમાઈ, દિકરીઓ સહિત આખું ફોગાટ પરિવાર છે રેસલર
મહાવીરના ભાઈ રાજપાલની દીકરીઓ વિનેશ અને પ્રિયંકા પણ તેમના મોટા પપ્પાના માર્ગદર્શન હેઠળ કુસ્તીબાજ બની હતી. મહિલા રેસલર્સમાં વિનેશ (Vinesh Phogat Family Tree)ટોપ પર છે.
1 / 10
3 વખતની કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા વિનેશ ફોગાટે પીડા પછી જબરદસ્ત પુનરાગમન કરવાની આદત બનાવી છે. પછી ભલે તે રિયો ઓલિમ્પિકમાં કરિયરનો અંત લાવવાની ઈજા હોય કે સસ્પેન્શન. દરેક આંચકા પછી વિનેશે એટલી જ જોરદાર વાપસી કરી છે.
2 / 10
ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે આજે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 6015 મતોથી જીત મેળવી છે.કુસ્તીમાંથી નિવૃત્ત થઈને રાજકીય ક્ષેત્રે પ્રવેશેલી વિનેશ ફોગાટને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી. કોંગ્રેસે જીંદ જિલ્લાની જુલાના સીટથી વિનેશ ફોગટને ટિકિટ આપી હતી. આ બેઠક પર વિનેશ ફોગાટની જીત થઇ છે.
3 / 10
મહાવીર ફોગાટના ભાઈનું નામ રાજ પાલ ફોગાટ છે, રાજપાલ ફોગાટને 2 પુત્રી છે વિનેશ ફોગાટ અને પ્રિયંકા ફોગાટ છે.વિનેશ અને પ્રિયંકાના પિતા રાજપાલનું બાળપણમાં જ અવસાન થયું હતું. એવું કહેવાય છે કે તે ઈચ્છતા હતા કે તેની દીકરીઓ પણ રેસલર બને. મહાવીર ફોગાટે પોતાના ભાઈની દીકરીઓ તેમજ તેમની દીકરીઓની જવાબદારી લીધી અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના કુસ્તીબાજ બનાવ્યા.
4 / 10
વિનેશે બાળપણમાં જ પિતા ગુમાવ્યા હતા. આ પછી તેની માતાએ તેને ખૂબ લાડથી ઉછેર કર્યો, ગામની જમીનના મુદ્દે પતિની હત્યા કરવામાં આવી હતી. તેમને રેસલર બનાવવામાં કાકા મહાવીર સિંહ ફોગાટે મોટી ભૂમિકા ભજવી હતી.
5 / 10
વિનેશ ફોગાટ, ભારતના શ્રેષ્ઠ કુસ્તીબાજોમાંના એક, તેમની પાછળ કુસ્તીનો મજબૂત વારસો છે. બે વખતની ઓલિમ્પિયન વિનેશ ફોગાટના નામે એક ડઝનથી વધુ મેડલ છે. વિનેશે તેની કઝીન સિસ્ટર ગીતા ફોગાટ અને બબીતા ના પગલે ચાલીને તેની કારકિર્દી તરીકે કુસ્તી પસંદ કરી. માત્ર નવ વર્ષની ઉંમરે, વિનેશ ફોગટને તેના પિતાના અકાળ અવસાનનો આઘાત સહન કરવો પડ્યો હતો. વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ 1994ના રોજ કુસ્તીબાજોના પરિવારમાં થયો હતો. (Vinesh Phogat/Instagram)
6 / 10
મહાવીર ફોગાટ ભૂતપૂર્વ રેસલર, કોચની પત્નીનું નામ દયા કૌર છે, તેની પુત્રીઓનું નામ ગીતા ફોગાટ,બબીતા ફોગટ ,રીતુ ફોગાટ ,સંગીતા ફોગાટ તેમજ તેનો પુત્ર- દુષ્યંત ફોગાટ કુસ્તીબાજ છે.વિનેશ ફોગાટે ડિસેમ્બર 2018માં કુસ્તીબાજ સોમવીર રાઠી સાથે લગ્ન કર્યા હતા. વિનેશ અને સોમવીરની સગાઈ એરપોર્ટના પાર્કિંગમાં થઈ હતી, જે ચર્ચામાં રહી હતી.
7 / 10
વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીતીને ભારત પરત ફર્યા ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ઢોલ વગાડતા. ફૂલોનો વરસાદ થયો. ત્યારબાદ પાર્કિંગ એરિયામાં કુસ્તીબાજ સોમવીર રાઠીએ વીનેશ સાથે રિંગ પહેરાવીને સગાઈ કરી લીધી. 25 ઓગસ્ટનો દિવસ હતો. વિનેશનો જન્મદિવસ પણ એ જ દિવસે હતો તેથી તેણે એરપોર્ટ પર જ કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.ભારતની કેટલીક ટોચની આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા મહિલા કુસ્તીબાજોએ પૂBJP સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
8 / 10
મહાવીર ફોગાટ, જે લાંબા સમય સુધી ગામના વડા હતા, તેઓ આ સમગ્ર પરિવારના વડા પણ છે. તે ભૂતપૂર્વ રેસલર અને કોચ રહી ચૂક્યા છે. સમાજની ટીકાઓ છતાં તેમણે પોતાની દીકરીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની કુસ્તીબાજ બનાવી અને મહિલા કુશ્તીની દુનિયામાં ભારતને ટોચ પર પહોંચાડ્યું. તેમની ચારેય પુત્રીઓ ગીતા, બબીતા, રીતુ (બાદમાં બોક્સર) અને સંગીતા કુસ્તીબાજો છે. દરેકના નામે આંતરરાષ્ટ્રીય મેડલ છે, જ્યારે પુત્ર દુષ્યંત પણ આ જ માર્ગ પર છે.
9 / 10
આટલું જ નહીં મહાવીરના જમાઈ પણ કુસ્તીમાંથી છે. ગીતાના પતિ પવન, બબીતાના પતિ વિવેક અને સંગીતાના પતિ બજરંગ પુનિયા કુસ્તીબાજ છે. ખાસ કરીને બજરંગ પુનિયા પુરુષોની કુસ્તીમાં વર્તમાન યુગનું સૌથી મોટું નામ છે. દુનિયાભરના કુસ્તીબાજો તેની ધાકમાં છે. જો કે રિતુનો પતિ સચિન બિઝનેસમેન છે.
10 / 10
આ સિવાય મહાવીરના ભાઈ રાજપાલની દીકરીઓ વિનેશ અને પ્રિયંકા પણ તેમના મોટા પપ્પાના માર્ગદર્શન હેઠળ કુસ્તીબાજ બની હતી. મહિલા રેસલર્સમાં વિનેશ ટોપ પર છે. આમ આખા ફોગાટ પરિવારનો કુસ્તીબાજમાં દબદબો છે.
Published On - 9:05 am, Fri, 25 August 23