Year Ender : વિનેશ ફોગાટે હાર્દિક પંડ્યાને પછાડ્યો, તમામ સેલિબ્રિટીને પાછળ છોડી દેશમાં બની નંબર-1
વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ટોપ 10 ભારતીયોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમની વચ્ચે રમતગમતની હસ્તીઓનો દબદબો રહ્યો છે. જ્યારે રાજકીય હસ્તીઓ પણ સામેલ થઈ હતી. આ યાદીમાં વિનેશ ફોગટથી લઈને હાર્દિક પંડ્યા સુધીના નામ સામેલ છે. જેમાં બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન, ક્રિકેટર અભિષેક શર્મા અને શશાંક સિંહના નામ પણ છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ટોપ-10માંથી ગાયબ રહ્યા. ચાલો જાણીએ કે આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ-10 ભારતીયોમાં આ સ્પોર્ટ્સ હસ્તીઓએ કયું સ્થાન હાંસલ કર્યું અને તેનું મુખ્ય કારણ શું હતું.