Paris Olympics 2024 : કોણ છે અવિનાશ સાબલે, સ્ટીપલચેઝમાં મેડલથી એક ડગલું દૂર છે જાણો

|

Aug 06, 2024 | 1:35 PM

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યારસુધી 3 મેડલ જીત્યા છે. આ 3 મેડલ શૂટિંગની ઈવેન્ટમાં આવ્યા છે. સોમવારના રોજ ભારતના અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલ ચેજની ફાઈનલમાં પહોંચી ઈતિહાસ રચી દીધો છે.

1 / 5
ભારતના અવિનાશ સાબલે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અવિનાશે 3000 મીટર સ્ટીપલ ચેઝની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેમણે પોતાની હીટ 8:15.43 મિનિટમાં પુરી કરી અને પાંચમા સ્થાને રહી ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. આ ઈવેન્ટમાં ફાઈનલમાં પહોંચનાર પહેલો ભારતીય ખેલાડી અને બીજો એથલીટ બન્યો છે.

2 / 5
અવિનાશ પહેલા રિયો 2016માં મહિલાઓમાં લલિતા બાબરે ક્વોલિફાય કર્યું હતુ. ખાસ વાત તો એ છે કે, અવિનાશનો ટાઈમ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન મોરક્કોના સૂફયાન અલ બક્કાલીથી સારો હતો. જેમણે પોતાની હીટ 8:17.90 મિનિટમાં પુરી કરી હતી. અવિનાશની ફાઈનલ 8 ઓગસ્ટના રોજ રમાશે.

3 / 5
 અવિનાશ સાબલે મહારાષ્ટ્રના બિડ જિલ્લાનો માંડવા ગામમાંથી આવે છે. તેનો જન્મ 13 સપ્ટેમબર 1994ના રોજ થયો છે. તે એક સાધારણ પરિવારમાંથી આવે છે. હવે સાબલે પાસે શાનદાર તક છે કે, તે દેશને એક મેડલ પેરિસ ઓલિમ્પિકમાં જીતાડી શકે,

4 / 5
હવે અવિનાશ સાબલે 7 ઓગસ્ટના રોજ મોડી રાત્રે  1:13 કલાકે એક્શનમાં જોવા મળશે. આ તેની ફાઈનલ મેચ છે. તેમણે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો પરંતુ તે ફાઈનલમાં પહોંચી શક્યો ન હતી.

5 / 5
ટોક્યો બાદ સાબલે તેનું પ્રદર્શન સુધાર્યું છે અને મોટા રેકોર્ડ પણ બનાવ્યા છે. અવિનાશ સાબલે એશિયન ગેમ્સમાં ભારત માટે મેડલ જીત્યો હતો. હાલમાં  તેના કરિયરની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

Published On - 12:16 pm, Tue, 6 August 24

Next Photo Gallery