
મુકેશ અને નીતા અંબાણીને ત્રણ બાળકો છે. આકાશ, અનંત અને ઈશા અંબાણી. આકાશ અને ઈશા તેમના પિતાના બિઝનેસમાં જોડાઈ ગયા છે. ઈશા અંબાણી તેના ભાઈ આકાશ સાથે રિલાયન્સ જિયો પ્રોજેક્ટ જોઈ રહી છે

ઈશા અંબાણી અને આનંદ પરિમલના લગ્ન 2018માં ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ લગ્નમાં બોલિવૂડની અનેક હસ્તીઓ જોવા મળી હતી.અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણીને બે જોડિયા બાળકો છે,જેમાં એક પુત્ર અને એક પુત્રી છે.પુત્રનું નામ કૃષ્ણા અને પુત્રીનું નામ આદ્યા રાખ્યું છે.

મમતા દલાલ વ્યવસાયે શિક્ષિકા છે. મમતા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળે છે. તમને જણાવી દઈએ કે તેમની બહેન નીતા અંબાણી આ સ્કૂલની ફાઉન્ડર અને ચેરપર્સન છે. મમતા દલાલે દેશની ઘણી મોટી હસ્તીઓના બાળકોને ભણાવ્યા છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ ગોવામાં તેના પરિવારની સામે શ્લોકા મહેતાને પ્રપોઝ કર્યું હતું. તે પછી 9 માર્ચ, 2019 ના રોજ, આકાશ અને શ્લોકાના લગ્ન થયા. આકાશ અને શ્લોકાએ 2020માં તેમના પહેલા બાળકનું નામ પૃથ્વી રાખ્યું હતું. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ તેમની પુત્રીનું નામ વેદ રાખ્યું છે.

નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે.રાધિકા મર્ચન્ટ અબજોપતિ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. અંબાણી પરિવારના અનેક પ્રસંગમાં રાધિકા જોવા મળતી હોય છે.

નીતા અંબાણી પોતાના દિવસની શરૂઆત જે કપમાં ચા પીને કરે છે તેની કિંમત 3 લાખ રુપિયા છે.આઈપીએલ ઓક્શનમાં મુંબઈ ટીમે 8 ખેલાડીઓ ખરીદ્યા છે. ચેમ્પિયન ટીમે હરાજીમાં 16.70 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેના પર્સમાં 1.05 કરોડ રૂપિયા વધ્યા છે.નીતા અંબાણી મહિલા ક્રિકેટ લીગ અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની માલિક છે.
Published On - 2:45 pm, Wed, 20 December 23