
આ સ્ટ્રેટેજી મુજબ તમારા પગારને આ રીતે વહેંચો : આવશ્યક દૈનિક ખર્ચ માટે 70 ટકાનો ઉપયોગ કરો. 15 ટકા ઇમરજન્સી ફંડ બનાવવા માટે અલગ રાખો અને બાકીના 15 ટકા દર મહિને સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ કરો.

જો તમે દર મહિને 25,000 રૂપિયા કમાઓ છો તો તમે તેને આ રીતે વહેંચી શકો છો. (1) જીવન ખર્ચ માટે 70% એટલે કે આવશ્યક ખર્ચ માટે રૂપિયા 17,500 (2) ઈમરજન્સી ફંડ માટે 15% એટલે કે દર મહિને રૂપિયા 3,750 (3) SIP રોકાણ માટે 15% : બાકીના રૂપિયા 3,750 દર મહિને SIPમાં રોકાણ કરો.

ધારો કે દર વર્ષે તમારા પગારમાં 5 ટકાનો વધારો થાય છે તો પછી સ્ટેપ-અપ SIP ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે 13 ટકાના વાર્ષિક વળતર પર રૂપિયા 2.41 કરોડનું ભંડોળ બનાવી શકો છો. જો તમે 30 વર્ષ માટે દર મહિને રૂપિયા 3,750નું રોકાણ કરવાનું શરૂ કરો છો તો તમારા SIP યોગદાનમાં વાર્ષિક 5 ટકા વધારો કરો અને 13 ટકા વાર્ષિક વળતર ધારો તો તમે કુલ રૂપિયા 29,89,748નું યોગદાન કરશો.

તમને જણાવી દઈએ કે 13 ટકા રિટર્ન સાથે તમારો કુલ નફો લગભગ 2,11,80,645 રૂપિયા થશે. તેમજ 30 વર્ષ પછી તમારું રોકાણ લગભગ 2,41,70,394 રૂપિયા સુધી વધી શકે છે.
Published On - 9:23 am, Sun, 27 October 24