
Tata Consultancy Services (TCS) નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 23,137.67 કરોડ ઘટીને રૂ. 14,68,183.73 કરોડ થયું છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC)નું મૂલ્યાંકન રૂ. 19,797.24 કરોડ ઘટીને રૂ. 5,71,621.67 કરોડ થયું હતું, જ્યારે ઇન્ફોસિસનું મૂલ્યાંકન રૂ. 10,629.49 કરોડ ઘટીને રૂ. 7,69,496.61 કરોડ થયું હતું. ITCનું માર્કેટ કેપ રૂ. 5,690.96 કરોડ ઘટીને રૂ. 6,02,991.33 કરોડ અને ICICI બેન્કનું માર્કેટકેપ રૂ. 5,280.11 કરોડ ઘટીને રૂ. 8,84,911.27 કરોડ થયું હતું.

આ વલણથી વિપરીત, HDFC બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 46,891.13 કરોડ વધીને રૂ. 13,29,739.43 કરોડ થયું છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. તે પછી અનુક્રમે TCS, HDFC બેંક, ભારતી એરટેલ, ICICI બેંક, ઇન્ફોસિસ, SBI, ITC, હિન્દુસ્તાન યુનિલિવર અને LIC આવે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.