Hyundai IPO પર રોકાણ કરનારા રોકાણકારો માટે રાહતના સમાચાર, ગ્રે માર્કેટ આપ્યા સારા સમાચાર

|

Oct 20, 2024 | 7:43 PM

હ્યુન્ડાઈ મોટર આઈપીઓ પર રોકાણ કરતા રોકાણકારો માટે ગ્રે માર્કેટમાંથી સારા સંકેતો છે. છેલ્લા બે દિવસ દરમિયાન ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ સુધરી છે. તમને જણાવી દઈએ કે, કંપની દ્વારા શેરની ફાળવણી કરવામાં આવી છે. ત્રીજા દિવસે પણ રિટેલ રોકાણકારો હ્યુન્ડાઈ મોટરના આઈપીઓ અંગે બહુ ઉત્સાહિત જણાતા ન હતા.

1 / 9
હ્યુન્ડાઈ મોટરના આઈપીઓની ફાળવણી થઈ ગઈ છે. રોકાણકારો તેમની ફાળવણી BSE વેબસાઇટ અથવા KFintech દ્વારા ચકાસી શકે છે. આ IPO પર રોકાણ કરતા રોકાણકારોના ગ્રે માર્કેટમાંથી સારા સમાચાર આવ્યા છે.

2 / 9
હ્યુન્ડાઈનો આઈપીઓ 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી રિટેલ રોકાણકારો માટે ખુલ્લો હતો. કંપનીએ IPO માટે શેર દીઠ 1865 રૂપિયાથી 1960 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી.

3 / 9
IPOને છેલ્લા દિવસે 2 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યા હતા. પરંતુ ત્રીજા દિવસે પણ રિટેલ રોકાણકારો હ્યુન્ડાઈ મોટરના આઈપીઓ અંગે બહુ ઉત્સાહિત જણાતા ન હતા. BSE અને NSEમાં કંપનીનું લિસ્ટિંગ 22 ઓક્ટોબરે પ્રસ્તાવિત છે.

4 / 9
ઈન્વેસ્ટર્સ ગેઈનના અહેવાલ મુજબ, હ્યુન્ડાઈ મોટરનો આઈપીઓ આજે (20 ઓક્ટોબર 2024) ગ્રે માર્કેટમાં 73 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે ગઈકાલની સરખામણીએ શેર દીઠ 28 રૂપિયા વધુ છે. આજના જીએમપીને જોતા રોકાણકારો મજબૂત લિસ્ટિંગની અપેક્ષા રાખી રહ્યા છે.

5 / 9
આ વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે કંપનીના શેર ઈશ્યુ પ્રાઈસ કરતા ઓછા ભાવે ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ હતા. પરંતુ ધીમે-ધીમે ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ સુધરી છે. તમને જણાવી દઈએ કે, ગ્રે માર્કેટમાં દરરોજ ફેરફાર થાય છે.

6 / 9
 રોકાણકારો બીએસઈની વેબસાઈટ પર જઈને તેમની ફાળવણી ચકાસી શકે છે. અથવા તેઓ bseindia.com/investors/appli_check.aspx ની સીધી લિંક દ્વારા એલોટમેન્ટ પણ ચેક કરી શકે છે. તે જ સમયે, રોકાણકારો KFintech (kosmic.kfintech.com/iposatus) દ્વારા એલોટમેન્ટ પણ ચકાસી શકે છે.

7 / 9
ઘણા સમય પછી એક કાર મેન્યુફેક્ચરિંગ કંપનીનો IPO આવ્યો. પરંતુ આ IPOને લઈને રિટેલ રોકાણકારોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો નથી. હ્યુન્ડાઈના આઈપીઓ પર નજર રાખનારા નિષ્ણાતોના મતે રિટેલ રોકાણકારો ઊંચા મૂલ્યાંકનના કારણે આ આઈપીઓથી દૂર રહ્યા હતા.

8 / 9
આ સિવાય ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડો અને તહેવારો દરમિયાન ઓટો ઉદ્યોગની નબળી માંગ પણ રોકાણકારોને IPO પર સટ્ટાબાજી કરતા પહેલા વિચારવા મજબૂર કરે છે.

9 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery