
વર્તમાન નાણાકીય વર્ષમાં મોટા કોર્પોરેટ જૂથોના મૂલ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન મુકેશ અંબાણીની રિલાયન્સ ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપમાં 37 ટકાનો વધારો થયો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં મહિન્દ્રા ગ્રૂપનો એમકેપ 38 ટકા વધ્યો છે, જ્યારે જિંદાલ ગ્રૂપનો એમકેપ 47 ટકા વધ્યો છે. તેમનો એમકેપ અનુક્રમે રૂ. 4.06 લાખ કરોડ અને રૂ. 4.6 લાખ કરોડ થયો છે.

L&T ગ્રુપનું એમકેપ 47 ટકા વધીને 7.3 લાખ કરોડ રૂપિયા, ટાટા ગ્રુપનું એમકેપ 47 ટકા વધીને 30.2 લાખ કરોડ રૂપિયા અને અદાણી ગ્રુપનું એમકેપ 58 ટકા વધીને 13.3 લાખ કરોડ રૂપિયા થયું છે.

RPG ગ્રુપનો એમકેપ 70 ટકા વધીને 42,683 કરોડ રૂપિયા થયું છે. જ્યારે સંજીવ ગોએન્કા ગ્રુપનું એમકેપ સૌથી વધુ 71 ટકા વધીને 45,358 કરોડ રૂપિયા થયું છે.