
તમને જણાવી દઈએ કે મંગળવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 1338.95 રૂપિયા હતી. શેર એક દિવસ અગાઉની સરખામણીએ 0.35% વધીને બંધ થયો હતો.

તાજેતરમાં, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અમેરિકન ચિપ મેન્યુફેક્ચરિંગ દિગ્ગજ Nvidia વચ્ચે કરાર થયા છે. આ ડીલ ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કરવામાં આવી છે. આ ભાગીદારી એઆઈના ક્ષેત્રમાં ભારતને અગ્રણી દેશ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.