લિસ્ટિંગ બાદ કમાલ કરી રહ્યો છે આ IPO, 19 દિવસમાં પૈસા કર્યા ડબલ, આજે લાગી 20%ની અપર સર્કિટ

|

Oct 22, 2024 | 7:02 PM

આ શેર આજે એટલે કે 22 ઓક્ટોબરરના રોજ ફરી 20 ટકાની અપર સર્કિટ પર પહોંચ્યો હતો. આ ઉછાળા બાદ કંપનીના શેરની કિંમત 489.15 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. કંપનીનું લિસ્ટિંગ આ મહિને થયું હતું. શેરબજારમાં લિસ્ટિંગ બાદ કંપની પ્રથમ વખત ત્રિમાસિક પરિણામ જાહેર કરવા જઈ રહી છે.

1 / 6
આ શેરમાં સતત બીજા ટ્રેડિંગ દિવસે અપર સર્કિટ લાગી છે. 20 ટકાના ઉછાળા બાદ કંપનીના શેરની કિંમત BSEમાં 489.15 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી. શેરબજારમાં આ કંપનીનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે.

2 / 6
એક તરફ શેરબજારની સ્થિતિ આજે ખરાબ રહી છે. બીજી તરફ ડિફ્યુઝન એન્જિનિયર્સના શેર ખરીદવા માટે દોડધામ મચી હતી. તમને જણાવી દઈએ કે સોમવારે પણ કંપનીના શેરમાં અપર સર્કિટ જોવા મળી હતી.

3 / 6
4 ઓક્ટોબરના રોજ, કંપની NSE પર 15.17 ટકાના પ્રીમિયમ સાથે 193 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટ થઈ હતી. ડિફ્યુઝન એન્જિનિયર્સ લિમિટેડના IPOની ઇશ્યૂ કિંમત 168 રૂપિયા હતી. તમને જણાવી દઈએ કે લિસ્ટિંગ બાદ કંપનીના શેરના ભાવમાં 153 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,830.71 કરોડ છે.

4 / 6
ઓક્ટોબર મહિનામાં, 21 ઓક્ટોબરે, ડિફ્યુઝન એન્જિનિયર્સે શેરબજારોને જાણ કરી હતી કે બોર્ડની બેઠક 24 ઓક્ટોબરે પ્રસ્તાવિત છે. આ બેઠકમાં કંપની દ્વારા ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, શેરબજારમાં લિસ્ટિંગ બાદ કંપની પ્રથમ વખત ત્રિમાસિક પરિણામ જાહેર કરવા જઈ રહી છે.

5 / 6
19 ઑક્ટોબરે શૅર્સ વધવા પાછળનું કારણ જણાવતાં ડિફ્યુઝન એન્જિનિયર્સે જણાવ્યું હતું કે બજારને કારણે કંપનીના શૅરના ભાવ વધી રહ્યા છે. કંપની ન તો શેર પર કોઈ રીતે નિયંત્રણ કરી રહી છે અને ન તો તેના વિશે કોઈ માહિતી છે.

6 / 6
 નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery