
એર વર્ક્સ દેશના વિવિધ ભાગોમાં તેની હાજરી ધરાવે છે. દેશના 35 શહેરોમાં ફેલાયેલી કામગીરી અને 1,300 થી વધુ કર્મચારીઓ સાથે, એર વર્ક્સ ફિક્સ્ડ-વિંગ અને રોટરી-વિંગ એરક્રાફ્ટ બંનેની સેવામાં નિષ્ણાત છે. એર વર્કસની સ્થાપના 1951માં કરવામાં આવી હતી. તેની સ્થાપના મેનન પરિવાર દ્વારા કરવામાં આવી હતી.

કંપની ઈન્ડિગો, ગો એર, વિસ્તારા સહિત ડઝનેક દેશી અને વિદેશી કંપનીઓને તેની સેવાઓ પૂરી પાડે છે. કંપની ડિફેન્સ એવિએશનને પણ સપોર્ટ કરે છે. એર વર્ક્સ ભારતીય વાયુસેના 737 VVIP કાફલાને તેની સેવાઓ પણ પૂરી પાડે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં અદાણી ગ્રુપ દેશમાં 7 એરપોર્ટનું સંચાલન કરે છે.

એરવર્કસ તાજેતરના સમયમાં ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. કંપની લગભગ 50 ભારતીય કંપનીઓ તરફથી પડકારોનો સામનો કરી રહી છે. જેમાં GMR એરો ટેકનિક અને AI એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડ પણ છે.

તમને જણાવી દઈએ કે, અહેવાલ મુજબ, 2021 સુધી, GTI કેપિટલ ગ્રુપ પાસે કંપનીમાં 25.75 ટકા હિસ્સો હતો, પુંજ લોયડ એવિએશન પાસે 23.24 ટકા હિસ્સો હતો અને મેનન પરિવાર પાસે 15 ટકા હિસ્સો હતો.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.