Government Company IPO: આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે આ મોટી સરકારી કંપની, રિન્યુએબલ એનર્જી પર ફોકસ

|

Sep 20, 2024 | 9:28 PM

આ સરકારી સોલાર એનર્જી આગામી એક કે બે વર્ષમાં આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે. આ IPO દ્વારા કંપની શેરબજારમાં લિસ્ટ થશે. આ વર્ષે મે મહિનામાં દેશની મહત્તમ વીજ માંગ લગભગ 250 ગીગાવોટની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. 500 મેગાવોટ સોલાર થર્મલ ક્ષમતા માટેના ટેન્ડર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે.

1 / 9
જાહેર ક્ષેત્રની સરકારી કંપની આવનાર એક કે બે વર્ષમાં IPO લાવવા જઈ રહી છે. આ IPO દ્વારા કંપની શેરબજારમાં લિસ્ટ થશે. આ પહેલનો ઉદ્દેશ્ય દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતા વધારવાનો છે.

2 / 9
એસઈસીઆઈના ચેરમેન અને એમડી આર પી ગુપ્તાએ જણાવ્યું હતું કે 500 ગીગાવોટ (એક ગીગાવોટ બરાબર 1,000 મેગાવોટ)ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવી રહ્યું છે અને તે હાંસલ કરવામાં આવશે.

3 / 9
ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે, પરંતુ આપણે 2030થી આગળ વિચારવું પડશે. વર્ષ 2047 સુધીમાં વીજળીની માંગ 2,000 ગીગાવોટ થઈ જશે.

4 / 9
ભારત પાસે 207 GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતા છે અને 500 GW ના લક્ષ્યને હાંસલ કરવા માટે 2030 સુધીમાં વાર્ષિક ઓછામાં ઓછી 50 GW ક્ષમતા ઉમેરવાની જરૂર છે.

5 / 9
ગુપ્તાએ કહ્યું કે અમે આગામી એક કે બે વર્ષમાં યાદીમાં આવવા ઈચ્છીએ છીએ. આ વર્ષે મે મહિનામાં દેશની મહત્તમ વીજ માંગ લગભગ 250 ગીગાવોટની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.

6 / 9
SECIના ચેરમેન આરપી ગુપ્તાના જણાવ્યા અનુસાર, 500 મેગાવોટ સોલાર થર્મલ ક્ષમતા માટેના ટેન્ડર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે.

7 / 9
સ્ટોક એક્સચેન્જો પર SECI(Solar Energy Corporation of India) નું લિસ્ટિંગ પણ મહત્વનું છે કારણ કે તે નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર બહાર પાડવા માટે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયની નોડલ એજન્સી છે.

8 / 9
ગુપ્તાએ જણાવ્યું હતું કે SECI અન્ય દેશોને પણ રિન્યુએબલ સેક્ટરમાં વિસ્તરણ કરવામાં મદદ કરશે. તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી (MNRE)એ પણ SECIને નવરત્નનો દરજ્જો આપ્યો છે. આ સિવાય સરકારે NHPC અને SJVNને નવરત્નનો દરજ્જો આપ્યો છે.

9 / 9
 નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery