IPOની તૈયારી કરી રહી છે 20 વર્ષ જૂની કંપની, ઘણી મોટી કંપનીઓમાં કર્યું છે રોકાણ, જાણો ડિટેલ

|

Nov 20, 2024 | 3:40 PM

જો આ કંપનીના IPOને સેબી તરફથી મંજૂરી મળે છે, તો તે પ્રથમ વખત બનશે કે કોઈ ડોમેસ્ટિક પ્રાઈવેટ ઈક્વિટી શેરબજારમાં પ્રવેશ કરશે. તેને 2010માં ટીમલીઝમાં રૂ. 75 કરોડના રોકાણ પર 10 ગણું વળતર મળ્યું હતું. તેણે 2010 અને 2020 વચ્ચે ત્રણ વખત RBL બેંકમાં હિસ્સો ખરીદ્યો અને વેચ્યો છે.

1 / 8
કંપની પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. જો આ કંપનીના IPOને સેબી તરફથી મંજૂરી મળે છે, તો તે પ્રથમ વખત બનશે કે જ્યારે કોઈ સ્થાનિક ખાનગી ઈક્વિટી શેરબજારમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે આરબીએલ બેંકમાં આ પહેલો પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકાર હતો.

2 / 8
એક ખાનગી પોર્ટલના અહેવાલમાં જણાવ્યું કે હતું ગાઝા કેપિટલે સંભવિત IPO અંગે સલાહ આપવા માટે IIFL કેપિટલની નિમણૂક કરી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કંપની ડિસેમ્બરની શરૂઆતમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરવાની યોજના બનાવી રહી છે

3 / 8
ગાઝા કેપિટલની સ્થાપના 2004માં IIT દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોપાલ જૈન દ્વારા કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે શરૂઆતથી, ગાઝા કેપિટલે ચાર ફંડ્સ દ્વારા $500 મિલિયન કરતાં વધુ એકત્ર કર્યા છે અને તેને 24 રોકાણોમાં પૈસા લગાવ્યા છે.

4 / 8
વૈશ્વિક સ્તરે, KKR, બ્લેકસ્ટોન, એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ અને કાર્લાઈલ ગ્રૂપ જેવા રોકાણકારો લિસ્ટેડ છે.

5 / 8
ગાઝા કેપિટલના સફળ રોકાણના દાવમાં CL એજ્યુકેટ (અગાઉ કેરિયર લૉન્ચર), ટીમલીઝ, RBL બેંક અને જ્હોન ડિસ્ટિલરીઝનો સમાવેશ થાય છે. તેને 2010માં ટીમલીઝમાં રૂ. 75 કરોડના રોકાણ પર 10 ગણું વળતર મળ્યું હતું.

6 / 8
તેણે 2010 અને 2020 વચ્ચે ત્રણ વખત RBL બેંકમાં હિસ્સો ખરીદ્યો અને વેચ્યો છે. તેણે તેના રોકાણ પર ચાર ગણા વળતર માટે છેલ્લા એક દાયકામાં જ્હોન ડિસ્ટિલરીઝમાં હિસ્સો ખરીદ્યો અને વેચ્યો છે. તેણે તેનો હિસ્સો અમેરિકાની ચોથી સૌથી મોટી આલ્કોહોલિક બેવરેજ કંપની Sazeracને વેચી દીધો હતો.

7 / 8
તાજેતરના રોકાણોની વાત કરીએ તો, તેમાં હોમ ફાઇનાન્સ કંપની વીવરમાં રૂ. 800 કરોડ અને સ્ટાર્ટઅપ એમ્બરમાં રૂ. 175 કરોડનું રોકાણ સામેલ છે. તેણે નોર્વેસ્ટ વેન્ચર પાર્ટનર્સ અને ઈન્વેસ્ટકોર્પ સાથે ચાર વર્ષ પહેલાં ઈકોમર્સ લોજિસ્ટિક્સ ફર્મ એક્સપ્રેસબીઝમાં આશરે રૂ. 800 કરોડનું રોકાણ કર્યું હતું.

8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery