
રમણ ભાટિયાએ એમ પણ કહ્યું કે, "અમે વેચાણ અને માર્કેટિંગના પ્રયાસો વધારવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ભવિષ્ય વિશે ઉત્સાહિત છીએ કારણ કે આ ક્ષેત્ર ઝડપથી વૃદ્ધિ પામવા માટે તૈયાર છે," તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સફિયાબાદ પ્લાન્ટ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે કાર્યરત થશે અને "વધતી માંગને પહોંચી વળવા અમે ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી શકીશું."

કંપનીના MD એ વધુમાં જણાવ્યું કે "આ પ્લાન્ટ એક મોટી સંપત્તિ બનશે. અમે ઉચ્ચ વૃદ્ધિ હાંસલ કરવા અને બજારમાં અગ્રણી ખેલાડી બનવા માટે પ્રતિબદ્ધ છીએ," તેમણે કહ્યું, સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેર NSE પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે. મંગળવારે તેનો શેર રૂપિયા 119.60 પર લીલા રંગમાં બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 2,665 કરોડ છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.