
માધબી પુરી બુચ સેબીના પ્રથમ મહિલા ચેરપર્સન છે. તેમનો કાર્યકાળ માર્ચ 2022થી શરૂ થયો હતો. તેમજ વર્ષ 1989માં આઈસીઆઈસીઆઈ બેંક સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. અહીં તે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેવા મહત્વના હોદ્દા પર રહી હતી.

વર્ષ 1993 થી વર્ષ 1995 વચ્ચે માધબી પુરી બુચે ઈંગ્લેન્ડમાં લેક્ચરર તરીકે કામ કર્યું હતુ. 12 વર્ષ સુધી અનેક કંપનીઓમાં સેલ્સ, માર્કેટિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું હતુ.

વર્ષ 2006 થી 2011 સુધી તેમણે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ તરીકે મેનેજર ડાયરેક્ટર અને સીઈઓની જવાબદારી નિભાવી હતી.

ત્યારબાદ વર્ષ 2011માં સિંગાપુર ગઈ હતી. અહિ તેમણે ગ્રેટર પેસિફિક કેપિટલ એલએલપીનું પદ સંભાળ્યું હતુ. 2013 થી 2017 સુધી ન્યુ ડેવલપમેન્ટ બેકમાં એડવાઈઝર તરીકે કામ કર્યું

2017માં, તેમને સેબીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 2018માં, તેણે સહારા ગ્રૂપ સામે એક આદેશ પસાર કર્યો હતો, જેમાં સેબીના આદેશનું ઉલ્લંઘન કરીને સંપૂર્ણ કન્વર્ટિબલ ડિબેન્ચર દ્વારા રોકાણકારો પાસેથી એકત્ર કરાયેલા 14 હજાર કરોડ રૂપિયા પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
Published On - 9:42 am, Thu, 5 September 24