
Jamnagar Constituency Lok Sabha Election Results 2024 : વર્ષ 2014, 2019થી આ બેઠક પણ ભાજપનો ગઢ ગણાય છે. પૂનમબેન છેલ્લા 10 વર્ષથી અહીંયા રાજ કરી રહ્યા છે. જનતા તેના પર પુરેપુરો વિશ્વાસ દર્શાવે છે. આ વખતે તેણે 2,36,990ના મર્જીનથી જીત હાંસલ કરી છે. કોંગ્રેસ પક્ષે જેપી મારવિયાને કુલ 3,80,854 વોટ મળ્યા છે. પૂનમબેનને કુલ 6,17,844 વોટ મળ્યા છે.

Junagadh Constituency Lok Sabha Election Results 2024 : આ વખતે ભાજપે રાજેશ ચુડાસમાને મેદાને ઉતાર્યા હતા. તેમને કુલ 5,84,049 મત મળ્યા છે. તેમજ વિપક્ષ પર હીરા જોટવાને કુલ 4,48,555 મત મળ્યા છે. એટલે કે 1,35,494 માર્જિનથી ભાજપે ભગવો લહેરાવ્યો છે. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો આ બેઠક પર પણ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા જીતતા આવ્યા છે અને તે પહેલા વર્ષ 2009માં પણ BJP જીતી હતી.

Amreli Constituency Lok Sabha Election Results 2024 : આ બેઠક પર સતત 15 વર્ષથી ભાજપ રાજ કરી રહી છે એટલે કે આ બેઠક પણ ભાજપનો ગઢ ગણાય છે. આ વખતે પણ આ સીટ પર કમળ ખીલ્યું છે. ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાને કુલ 5,77,820 વોટ અને કોંગ્રેસની બેઠક પર જેનીબેન ઠુમ્મરને કુલ 2,58,231 વોટ મળ્યા હતા. એટલે કે 3,19,589 માર્જિનથી ભરત સુતરીયા આગળ રહ્યા છે અને ભગવો લહેરાવ્યો છે.

Bhavnagar Constituency Lok Sabha Election Results 2024 : આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાનો કુલ 6,18,266 મત મળ્યા હતા. તેમજ કોંગ્રેસ પક્ષે ઉમેશ મકવાણાને કુલ 2,21,162 મત મળ્યા હતા. એટલે કે 3,97,104ના માર્જિનથી નિમુબેને જીત હાંસલ કરી છે. છેલ્લા વર્ષોની વાત કરીએ તો આ બેઠક પર વર્ષ 2009, 2014, 2019 થી ભાજપે પોતાની જીત યથાવત રાખી છે.