
મુકેશ ધીરુભાઈ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના ઘરે થયો હતો. તેમનો એક નાનો ભાઈ અનિલ અંબાણી અને બે બહેનો, નીના ભદ્રશ્યામ કોઠારી અને દિપ્તી દત્તરાજ સલગાંવકર છે .

ધીરુભાઈ અંબાણી અને કોકિલા બેન અંબાણીનો સૌથી નાનો પુત્ર છે અનિલ અંબાણી. અનિલ અંબાણી ચાર બાળકોમાંથી એક છે. તેમનો એક મોટો ભાઈ મુકેશ અંબાણી છે. અનિલ અંબાણીએ અભિનેત્રી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા છે. તેમને બે પુત્રો છે, જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી.

મુકેશ અંબાણીએ 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો, આકાશ અને અનંત અને એક પુત્રી ઈશા છે, થોડા દિવસો બાદ અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થશે. જ્યારે બે બાળકોના લગ્ન થઈ ચુક્યા છે અને તેમના ઘરે પણ બાળકો છે.

અંબાણી પરિવાર હાલના દિવસોમાં સતત ચર્ચાઓમાં રહે છે. અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને આ વર્ષે જુલાઈમાં સાત ફેરા લેશે. અગાઉ ગુજરાતના જામનગરમાં પ્રિ-વેડિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

અંબાણીએ તેમના ભાઈ સાથે મુંબઈના પેડર રોડ ખાતેની હિલ ગ્રેન્જ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, તેમના માધ્યમિક શિક્ષણ પછી, તેમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં BEની ડિગ્રી મેળવી.

જ્યારે કંપની ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સમાં મોટા પાયે રોકાણ કરી રહી હતી ત્યારે 24 વર્ષની ઉંમરે અંબાણીને પાતાલગંગા પેટ્રોકેમિકલ પ્લાન્ટના બાંધકામની જવાબદારી સોંપવામાં આવી હતી.

અંબાણી પરિવારનો મોટો પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની જોડી ખુબ સુંદર છે.મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન વર્ષ 2019માં થયા હતા. આકાશ અંબાણીએ તેની બાળપણની મિત્ર શ્લોકા મહેતા સાથે 9 માર્ચ, 2019ના રોજ મુંબઈમાં એક શાહી સમારંભમાં લગ્ન કર્યા હતા.તેમને 2 બાળકો પણ છે.

ઈશા અંબાણી એક પ્રખ્યાત બિઝનેસ વુમન છે. તે ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી છે.ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન વર્ષ 2018માં થયા હતા. તેમને પણ 2 બાળકો છે.

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્ન બનવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા જામનગરમાં મોટા પાયે પ્રી વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો.
Published On - 3:30 pm, Fri, 19 April 24