
આરસીબીએ રાયપુરના શહીદ વીર સિંહ નારાયણ સિંહ સ્ટેડિયમ ખાતે આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટા રન ચેઝનો રેકોર્ડ બનાવ્યો. કોલકાતા દ્વારા આપવામાં આવેલા 193 રનનો ટાર્ગેટ બેંગ્લોરે શાનદાર રીતે પાર કર્યો અને પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો.

આ જ સિઝનની શરૂઆતમાં આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે 167 રનનો ટાર્ગેટ હાંસલ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

કોલકાતા સામેની મેચમાં વિરાટે 58 બોલમાં સદી પૂરી કરી. વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં કુલ 10 સદી ફટકારી છે. જેમાં ભારત માટે T20 આંતરરાષ્ટ્રીયમાં એક સદી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે IPLમાં નવ સદીનો સમાવેશ થાય છે.

વિરાટ કોહલીએ અભિષેક શર્માના 9 સદીનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે. કેએલ રાહુલ, 8 T20 સદી સાથે ત્રીજા ક્રમે આવે છે. રોહિત શર્મા અને સંજુ સેમસનના નામે પણ 8-8 સદી છે.

193 રનના ટાર્ગેટને પીછો કરતા, જેકબ બેથેલ 15 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ મેદાન ટકી રહ્યો હતો. કોહલીએ 60 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી નોટ આઉટ 105 રન બનાવ્યા.

કેપ્ટન રજત પાટીદાર (11) અને ટિમ ડેવિડ (2) રન બનાવી આઉટ થયા હતા. પરંતુ કોહલીએ એક તરફ સારૂં રમીને 19.1 ઓવરમાં આરસીબીને વિજય અપાવ્યો.

જીતેશ શર્મા 8 રન બનાવીને નોટ આઉટ રહ્યો. કેકેઆર માટે, કાર્તિક ત્યાગીએ 32 રન આપી 3 વિકેટ લીધી હતી. જ્યારે સુનીલ નારાયણે 1 વિકેટ મેળવી. જોકે, અન્ય બોલરો કોહલીને રોકવામાં નિષ્ફળ રહ્યા.