50 અને 100 રૂપિયાની નકલી નોટોથી સાવધાન, RBI ની આ ટ્રિકથી તરત જ કરો ઓળખ

બજારમાં આજકાલ 50 અને 100 રૂપિયાની નકલી નોટો જોવા મળી રહી છે. પ્રકાશમાં સી થ્રૂ વિન્ડો જોવા થી લઈને નોટ પર લખેલા શબ્દો અને અશોક સ્તંભ સુધી અસલી નોટ ઓળખવાની આ રહી પૂરી ગાઇડ.

| Updated on: Aug 05, 2026 | 5:47 PM
1 / 5
અવારનવાર આપણે બજારમાં રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ કે શાકભાજી ખરીદતી વખતે મોટી નોટો પર તો ધ્યાન આપીએ છીએ, પરંતુ 50, 100 કે 20 રૂપિયા જેવી નાની નોટોને તપાસ્યા વગર જ સીધી ખિસ્સા કે વોલેટમાં મૂકી દઈએ છીએ. આપણી આ જ બેદરકારીનો ફાયદો છેતરપિંડી કરનારા અને ઠગ ઉઠાવે છે. બજારમાં આજકાલ 50 અને 100 રૂપિયાની નકલી નોટો જોવા મળી રહી છે.

2 / 5
છેતરપિંડી અને નુકસાનથી બચવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ નોટો પર રહેલા સુરક્ષા ચિહ્નો (Security Features) થી સારી રીતે માહિતગાર રહે. ચાલો જાણીએ કે તમારા હાથમાં આવેલી 50 કે 100 ની નોટ અસલી છે કે નકલી તેની ઓળખ તમે મિનિટોમાં કેવી રીતે કરી શકો છો.

3 / 5
અસલી નોટ ઓળખવાની સરળ રીત: ભારતીય રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર દેશની દરેક કરન્સી નોટની બનાવટ અને તેના સિક્યોરિટી ફીચર્સની પૂરી માહિતી આપવામાં આવી છે. 50 અને 100 રૂપિયાની અસલી નોટમાં ઘણી એવી જટિલ અને બારીક વિશેષતાઓ સામેલ કરવામાં આવી છે, જેની નકલ કરવી કે તેને હૂબહૂ છાપવી નકલી નોટ બનાવનારાઓ માટે અશક્ય હોય છે. જો તમને ક્યારેય પણ કોઈ નોટ પર શંકા જાય, તો તમે તેને આછી રોશની (પ્રકાશ) સામે રાખીને નીચે આપેલા સિક્યોરિટી ફીચર્સ દ્વારા તેની અસલિયતની તરત જ ચકાસણી કરી શકો છો.

4 / 5
આ રીતે કરો નોટોની ઓળખ:  સી થ્રૂ વિન્ડો: નોટની સામેની બાજુએ નીચેના ડાબા ભાગમાં એક સી થ્રૂ વિન્ડો હોય છે. જ્યારે તમે નોટને પ્રકાશ સામે થોડી ત્રાંસી કરીને જુઓ છો, ત્યારે ત્યાં નોટનું મૂલ્ય એટલે કે 50 કે 100 લખેલું સ્પષ્ટપણે દેખાય છે. દેવનાગરી લિપિ(નોટ પર લખેલા): નોટ પર મુખ્ય આંકડાની સાથે-સાથે દેવનાગરી લિપિમાં પણ 50 અને 100 અંકિત થયેલું હોય છે. મહાત્મા ગાંધીની તસવીર: નોટની સામેની બાજુએ કેન્દ્રમાં મહાત્મા ગાંધીની સ્પષ્ટ અને ઉપસેલી તસવીર છાપેલી હોય છે. આરબીઆઈ ગવર્નરની સહી: નોટની જમણી બાજુએ આરબીઆઈનો ગેરંટી ક્લોઝ, ગવર્નરની સહી, વચન પત્ર અને RBI નો સત્તાવાર લોગો હોય છે. સીરિયલ નંબર: નોટની ઉપર ડાબી બાજુએ અને નીચે જમણી બાજુએ છાપેલા સીરિયલ નંબરના આંકડા ડાબેથી જમણે તરફ કદમાં નાનાથી મોટા થતા જાય છે. અશોક સ્તંભ: નોટના નીચેના જમણા ખૂણા પર ભારતનું રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ બનેલું હોય છે.

5 / 5
નાના મૂલ્યની નોટો ભલે મોટી ખરીદીનો હિસ્સો ન લાગે, પરંતુ લેવડ-દેવડમાં તેનો ઉપયોગ સૌથી વધુ થાય છે. તેથી હવેથી જ્યારે પણ તમને દુકાનદાર કે કોઈ વ્યક્તિ પાસેથી 50 કે 100 ની નોટ મળે, તો તેને ખિસ્સામાં રાખતા પહેલા એકવાર પ્રકાશ સામે રાખીને તેના સી થ્રૂ નંબર, અશોક સ્તંભ અને ગવર્નરની સહી ખાસ ચકાસી લો. થોડીક સાવચેતી તમને છેતરપિંડીથી સુરક્ષિત રાખી શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.