
તમને જણાવી દઈએ કે, વર્ષ 1991માં સરકારે નાણાકીય કટોકટી દૂર કરવા માટે સોનું ગીરવે રાખ્યું હતું. તે સમયે આરબીઆઈએ બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન સાથે 46.91 ટન સોનું ગીરવે મૂક્યું હતું. જેથી તે $400 મિલિયન એકત્ર કરી શકે.

બેંકિંગ વિભાગની સંપત્તિ તરીકે રાખવામાં આવેલી સોનાનું મૂલ્ય 31 માર્ચ 2023ના રોજ રૂપિયા 2,30,733.95 કરોડથી 19.06 ટકા વધીને 31 માર્ચ, 2024 સુધીમાં રૂપિયા 2,74,714.27 કરોડ થયું છે.

સોનાના ભાવમાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વમાં સોનાની માગ વધી રહી છે. સોનાના ભાવમાં વધારાનું કારણ પશ્ચિમ એશિયામાં લાંબા ગાળાના ભૌગોલિક રાજકીય સંઘર્ષ પણ છે. આરબીઆઈ સહિત ઘણી કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી અને ભૌતિક સોનાની માગમાં વધારાને કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો છે.

વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેંકો સોનાના અનામતમાં વધારો કરી રહી છે, જે ઘણી વખત ચલણની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય જોખમો સામે બચાવ તરીકે જોવામાં આવે છે.
Published On - 1:45 pm, Sat, 1 June 24