હવે રતન ટાટા દેશમાં જ બનાવશે iPhone, આ જગ્યાએ લગાવશે આટલી મોટી ફેક્ટરી

|

Aug 19, 2024 | 4:47 PM

ભારતમાં કેટલાક વર્ષોથી iPhoneનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. હવે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા આઈફોન બનાવશે. અમેરિકન કંપની Apple આ વર્ષના અંત સુધીમાં ભારતમાં તેનું ચોથું iPhone એસેમ્બલી યુનિટ ખોલવાની તૈયારી કરી રહી છે.

1 / 5
આજકાલ iPhone સૌથી વધુ પસંદ કરવામાં આવતો ફોન છે. લોકોમાં તેનો ઘણો જ ક્રેઝ છે. તેમાં ઘણી વિશેષતાઓ છે જે તેને સૌથી ખાસ બનાવે છે. આ ઉપરાંત તેનો લુક અને ડિઝાઇન પણ શાનદાર છે. ભારતમાં કેટલાક વર્ષોથી iPhoneનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. હવે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા આઈફોન બનાવશે.

2 / 5
અમેરિકન કંપની Apple આ વર્ષના અંત સુધીમાં ભારતમાં તેનું ચોથું iPhone એસેમ્બલી યુનિટ ખોલવાની તૈયારી કરી રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર ટાટા ઈલેક્ટ્રોનિક્સ નવેમ્બર મહિનાથી આઈફોનનું પ્રોડક્શન શરૂ કરશે.

3 / 5
ટાટા ઈલેક્ટ્રોનિક્સની પહેલાથી જ તમિલનાડુના હોસુરમાં કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે. હવે એ જ 250 એકરમાં બીજી ફેક્ટરી સ્થપાશે જ્યાં iPhones બનાવવામાં આવશે. કંપની આ ફેક્ટરીમાં 6000 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. અહીં લગભગ 50 હજાર લોકોને કામ મળશે, જેમાં મોટાભાગની મહિલાઓ હશે.

4 / 5
ગયા વર્ષે ટાટા ઈલેક્ટ્રોનિક્સે વિસ્ટ્રોન કંપનીની ભારતીય ફેક્ટરી ખરીદી હતી. હવે આ બીજી ફેક્ટરી હશે જ્યાં iPhones બનાવવામાં આવશે. એપલ છેલ્લા કેટલાક સમયથી ચીન પર તેની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે તે ભારત, થાઈલેન્ડ, મલેશિયા જેવા દેશોમાં તેના પાર્ટસ અને ફોનનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહી છે.

5 / 5
Appleએ ભારતમાં 2017થી ફોનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. અગાઉ ફોક્સકોન કંપની ચેન્નાઈ નજીક આઈફોન બનાવતી હતી. ત્યારપછી ભારતમાં બનેલા આઈફોન વિદેશમાં પણ મોકલવામાં આવી રહ્યા છે. હવે ટાટા ગ્રુપ પણ આ કામમાં ઉતર્યું છે. હવે ટાટાની આ નવી ફેક્ટરી એપલને ભારતમાં વધુ ફોન બનાવવામાં મદદ કરશે. તેનાથી ભારતમાં પણ રોજગારીની વધુ તકો ઊભી થશે.

Published On - 4:46 pm, Mon, 19 August 24

Next Photo Gallery