ગાંધી પરિવારની લાડલી દીકરી પ્રિયંકા ગાંધીનો આજે છે જન્મદિવસ, આવો છે વાડ્રાનો પરિવાર
આજે પ્રિયંકા ગાંધી પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.તો ચાલો આજે આપણે પ્રિયંકા ગાંધીના પરિવાર વિશે વાત કરીએ.
જવાહરલાલ નેહરુ અને વિજયલક્ષ્મી પંડિત પછી પહેલીવાર નેહરુ-ગાંધી પરિવારની બીજી ભાઈ-બહેનની જોડી સદનમાં જોવા મળી છે.
1 / 13
મોટા ભાગના બાળકોની જેમ પ્રિયંકા ગાંધી પણ બાળપણમાં ખૂબ જ મસ્તીખોર અને તોફાની હતી. તેના માતાપિતાની લાડલી દીકરી હતી. પિતા રાજીવ ગાંધી ઈચ્છતા હતા કે તેઓ બોર્ડિંગ સ્કૂલમાં જાય. પરંતુ આ થઈ શક્યું નહીં.
2 / 13
પ્રિયંકા પહેલા જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી અને રાહુલ ગાંધી ગાંધી પરિવારમાંથી રાજકારણમાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી ગાંધી પરિવારની ચોથી મહિલા સભ્ય છે જેઓ લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે.
3 / 13
પ્રિયંકા ગાંધી વાડ્રાનો જન્મ 12 જાન્યુઆરી 1972 રોજ થયો છે, જે એક ભારતીય રાજકારણી છે જે નવેમ્બર 2024થી વાયનાડ કેરળ માટે લોકસભાના સભ્ય તરીકે સેવા આપી રહી છે. તે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપી રહી છે.
4 / 13
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની પુત્રી અને રાહુલ ગાંધીની બહેન અને ફિરોઝ અને ઈન્દિરા ગાંધીની પૌત્રી છે, તો આજે આપણે પ્રિયંકા ગાંધી વાડ્રાના પરિવાર વિશે વાત કરીએ.
5 / 13
પ્રિયંકા ગાંધીનો જન્મ 12 જાન્યુઆરી 1972ના રોજ દિલ્હીમાં રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ઘરે થયો હતો. તેમના મોટા ભાઈ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી સંસદના સભ્ય અને લોકસભામાં વિપક્ષના 12મા નેતા છે.
6 / 13
તે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની પૌત્રી અને સ્વતંત્રતા સેનાની અને રાજકારણી ફિરોઝ ગાંધી અને ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની પૌત્રી છે.
7 / 13
પ્રિયંકાગાંધીએ 1984 સુધી દેહરાદૂનની વેલ્હામ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આ પછી સુરક્ષાના કારણોસર રાહુલ અને બંનેને દિલ્હીની ડે સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા.ઈન્દિરા ગાંધીની હત્યા પછી, સતત આતંકવાદી ધમકીઓને કારણે ભાઈ બહેનને ઘરે જ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
8 / 13
નવી દિલ્હીમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી અને 2010માં બૌદ્ધ અભ્યાસમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે.1997માં પ્રિયંકા ગાંધીએ દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા સાથે લગ્ન કર્યા અને પ્રિયંકા ગાંધી વાડ્રા નામનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. દંપતીને બે બાળકો છે.
9 / 13
જ્યારે પ્રિયંકા માત્ર 13 વર્ષની હતી ત્યારે તેની મુલાકાત રોબર્ટ વાડ્રા સાથે થઈ હતી. બંને લાંબા સમય સુધી મિત્રો રહ્યા અને જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો. વિરોધ પણ થયો હતો.
10 / 13
પછી જિદ્દી પ્રિયંકાની વાત સાંભળવામાં આવી. સોનિયા-રાહુલ બધા આ લગ્ન માટે સંમત થયા. પ્રિયંકા ગાંધીએ 8 ફેબ્રુઆરી 1997ના રોજ રોબર્ટ વાડ્રા સાથે લગ્ન કર્યા હતા.
11 / 13
પ્રિયંકા ગાંધી તેમના દાદી ઈન્દિરા ગાંધીને ખૂબ જ પસંદ કરતા હતા, જેઓ દેશના વડાપ્રધાન હતા. પોતાની દાદી જેવી દેખાતી પ્રિયંકાને અનેક પ્રસંગોએ યાદ કરતી હોય છે. તેની સાથે વિતાવેલી ખુશીની પળોને યાદ કરે છે.
12 / 13
પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા મુરાદાબાદના બિઝનેસમેન બે બાળકો છે, પ્રિયંકાના પુત્ર રેહાન પણ દેહરાદૂનની એ જ શાળામાંથી અભ્યાસ કરે છે જ્યાં રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી ભણ્યા હતા. દીકરી મિરાયા વેલ્હામ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીની છે.
13 / 13
પ્રિયંકાના બંને બાળકો પણ રમતગમતમાં ખૂબ જ રસ છે. રેહાનને શૂટિંગ ગમે છે, મિરાયા બાસ્કેટબોલ રમે છે. રેહાન રાજસ્થાનની શૂટિંગ રેન્જમાં પણ શૂટિંગ કરતો જોવા મળી ચૂક્યો છે.
Published On - 4:58 pm, Sun, 8 December 24