TV9 નેટવર્કની 'વોટ ઈન્ડિયા થિંકસ ટુડે'ની ત્રીજી આવૃત્તિ, ગત 28 માર્ચે, દિલ્હીના ભારત મંડપમ ખાતે પીએમ મોદીના સંબોધન સાથે શરૂ થઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે, તમારા ટીવી9 નેટવર્કના વૈશ્વિક દર્શકો પણ તૈયાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ સમિટને જોવા માટે ઘણા દેશોમાંથી ભારતના લોકો આવ્યા છે. પીએમ મોદીએ, હોટલની અંદર યોજાતા ટીવી કાર્યક્રમોની પરંપરા તોડવા બદલ TV9ને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ સમિટનું આયોજન દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, ટૂંક સમયમાં અન્ય મીડિયા કંપનીઓ પણ તેને અનુસરતી જોવા મળશે.
પીએમ મોદીએ "તમારા ટીવી9 નેટવર્કના વૈશ્વિક દર્શકો પણ તૈયાર થઈ રહ્યા છે" તેમ કહયું તે મુજબ જ વોટ ઈન્ડિયા થિંકસ ટુડે સમિટના સાક્ષી બનવા અને પીએમને સાંભળવા માટે અબુ ધાબીમાં લુલુ ગ્રુપ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. લુલુ ગ્રુપના માલિક યુસુફ અલી અને તેમની ટીમે પીએમ મોદીએ જે કહ્યું તે ખૂબ ધ્યાનથી સાંભળ્યું.
લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલે ભારતના ફૂડ પ્રોસેસિંગ અને રિટેલ સેક્ટરમાં મોટા પાયે રોકાણ કર્યું છે. અબુ ધાબીમાં એક બહુરાષ્ટ્રીય જૂથના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ એ યુસુફ અલી 2019માં 5,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા સંમત થયા હતા.
પીએમ મોદી સાથેની મુલાકાતમાં તેમણે ભારતના અલગ-અલગ શહેરોમાં લુલુ મોલ ખોલવાની વાત કરી હતી. લુલુ મોલનું ઉદ્ઘાટન 2022માં લખનૌમાં કરવામાં આવ્યું હતું. લુલુ મોલ કોચી, તિરુવનંતપુરમ, કેરળના થ્રિસુર અને આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં પણ છે. આ સિવાય ગુજરાતના અમદાવાદ ઉપરાંત ભારતના અન્ય ઘણા શહેરોમાં ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે.
યુસુફ અલી મુસ્લિમીયમ વેટીલ અબ્દુલ કાદર યુસુફ એક ભારતીય ઉદ્યોગપતિ અને અબજોપતિ છે. તેઓ લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના ચેરમેન છે, જે વિશ્વવ્યાપી લુલુ હાઈપરમાર્કેટ ચેઈન અને લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સ ધરાવે છે. તેમનો બિઝનેસ વિશ્વના 22 દેશોમાં ફેલાયેલો છે.
તેમની કંપનીમાં મોટી સંખ્યામાં ભારતીય ઇમિગ્રન્ટ્સ કામ કરે છે. ફોર્બ્સ મિડલ ઈસ્ટ અનુસાર, યુસુફ અલી આરબ વર્લ્ડ 2018માં ટોચના 100 ભારતીય બિઝનેસ ઓનર્સમાં નંબર 1 પર હતા. ઓક્ટોબર 2023માં પ્રકાશિત ફોર્બ્સ બિલિયોનેર્સની યાદી અનુસાર, તેઓ US$6.9 બિલિયનની નેટવર્થ સાથે 27મા સૌથી ધનિક ભારતીય હતા.