PM મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લઈને પાકિસ્તાનના જુઠ્ઠાણાને દુનિયાની સામે ખુલ્લું પાડ્યું

ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એકાએક પંજાબના જલંધરમાં આવેલ આદમપુર એરબેઝ પર વાયુસેનાના સૈનિકો સહીતના સૈન્ય જવાનોને મળ્યા હતા. આદમપુર એરબેઝની મુલાકાત લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિશ્વને પાકિસ્તાનની વિરુદ્ધ એક નવો મેસેજ આપ્યો છે. જાણો એ સંદેશ કયો.

| Edited By: | Updated on: May 13, 2025 | 6:05 PM
4 / 8
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાતનો ફોટો શેર કર્યો અને લખ્યું, "આજે સવારે હું ભારતીય વાયુસેના આદમપુર એરબેઝ ગયો. હું આપણા બહાદુર વાયુ યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો. હિંમત, દૃઢ નિશ્ચય અને નિર્ભયતાના પ્રતીક એવા લોકો સાથે રહેવું એક અલગ અનુભવ હતો. ભારત હંમેશા સશસ્ત્ર દળોનો આભારી રહેશે જે આપણા દેશ માટે કરે છે."

5 / 8
પીએમ મોદી આદમપુરમાં આપણા બહાદુર સૈનિકોને મળી રહ્યા હતા, ત્યારે એરબેઝ પાસે ભારતની સુરક્ષા પ્રણાલી S-400 દેખાતું હતું.

6 / 8
વડાપ્રધાન મોદીની અન્ય એક તસવીરમાં પીએમ મોદીની પાછળ એક મિગ 21 વિમાન પણ દેખાતું હતું.

7 / 8
પાકિસ્તાને, ઓપરેશન સિંદૂર દરમિયાન એક એવો કુપ્રચાર કર્યો કે, તેમણે ભારતના આદમપુર એરબેઝનો ખાત્મો બોલાવ્યો છે. એટલું જ નહીં, આપણી સુરક્ષા પ્રણાલી એસ 400ને નષ્ટ કરી નાખી હતી. એ ઉપરાંત એવુ પણ જૂઠ્ઠાણુ ચલાવ્યું કે આપણા સૈન્ય વિમાનોને ફૂંકી માર્યા. પરંતુ વડાપ્રધાન મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લઈને પાકિસ્તાનના તમામ જૂઠ્ઠાણાઓનો પર્દાફાશ કરવાની સાથે પુરાવા રૂપે તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે.

8 / 8