એક જ ટ્રેક પર દોડી પેસેન્જર-ગુડ્ઝ ટ્રેન, કયાં થઈ ભૂલ ? સલામત મુસાફરી સામે ફરી ઊભા થયા અનેક સવાલ, જુઓ ફોટા

|

Jun 17, 2024 | 2:30 PM

રેલવે તંત્ર ભૂતકાળના અકસ્માતોમાંથી બોધપાઠ લેવાની વાતો કરે છે પરંતુ તે માત્ર કાગળ પર રહી જતા હોય તેમ મુસાફરોને લાગી રહ્યું છે. રેલવે અકસ્માત ઘટાડવા માટે અશ્વિની વૈષ્ણવ કવચ ની જાહેરાત કરી હતી. ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવાની વાતો કહી હતી. આ બધી વાતો કરાઈ છતા દેશમાં રેલ અકસ્માતો થઈ રહ્યાં છે. જેમાં અનેક માનવ જીંદગી પણ તબાહ થઈ રહી છે. દરેક રેલવે અકસ્માત બાદ અનેક સવાલો સર્જાય છે જે મોટાભાગે અનુત્તર રહેલાની સાથે સાથે તેનો કાયમી ઉકેલ શોધાતો નથી.

1 / 5
પશ્ચિમ બંગાળમાં આજે સવારે કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. જેમાં પ્રાથમિક અહેવાલ અનુસાર 8 લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

2 / 5
આ રેલવે અકસ્માત એટલો ગંભીર હતો કે, એક્સપ્રેસ ટ્રેનના ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું હતું. જેમાં ગુડ્ઝ ટ્રેનના લોકો પાયલટ, આસિસ્ટન્ટ લોકો પાયલટ અને કંચનજંગા એક્સપ્રેસના ગાર્ડ સહીત આઠ લોકોના મોત થયા હતા. જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

3 / 5
કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાને લઈને હવે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. અકસ્માતમાં ત્રણ મોટી બેદરકારીના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

4 / 5
પ્રથમ બેદરકારી સામે આવી જ્યારે કંચનજંગા એક્સપ્રેસ જે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, તે જ ટ્રેક પર માલગાડી કેવી રીતે પહોંચી. આવા સંજોગોમાં તેણે બીજા ટ્રેક પરથી પસાર થવું જોઈતુ હતું.

5 / 5
અકસ્માતમાં બીજી બેદરકારી એ ગણાવાઈ રહી છે કે, ગુડ્સ ટ્રેન ઓવરલોડ હતી અને ઓવરસ્પીડ પણ હતી. જ્યારે કંચનજંગા એક્સપ્રેસની ઝડપ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની હતી. જયારે તે કાંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ ત્યારે પેસેન્જર ટ્રેનની બે બોગીના ટુકડા થઈ ગયા.

Next Photo Gallery