પરશોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણીમાં નહીં આપી શકે પોતાને મત, જાણો શું છે કારણ

|

May 06, 2024 | 5:57 PM

લોકસભા ચૂંટણી 2024નું ત્રીજું ચરણ મંગળવારે 7 તારીખે યોજાશ. જેમાં ગુજરાતની 25 લોકસભા સીટ પર મતદાન થશે. મહત્વનુ છે કે ગુજરાતના રાજકારણની આ ચૂંટણી ઐતિહાસિક બને તો નવાઈ નહીં કહેવાય કારણ કે, ચૂંટણી પહેલા જે સ્થિતિ હતી અને દેશમાં લોકસભાની ચૂંટણી બાદ જે પ્રકારે સ્થિતિ હશે તેમાં કોઈ મોટા બદલાવ આવે તો ખોટું નથી. ત્યારે હવે ત્રીજા તબક્કાના મતદાનમાં ખાસ કરીને કેટલીક એવી બેઠકો છે જે ચર્ચામાં રહેશે.

1 / 5
પરશોત્તમ ખોડાભાઈ રૂપાલા મોદી મંત્રાલયમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી છે, તેઓ રાજ્યસભાના સભ્ય પણ છે, જે ભારતના ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. પરષોત્તમ રૂપાલા અમરેલીના છે. જેઓ હાલમાં રાજકોટ લોકસભા મતવિસ્તારમાં ઉમેદવાર છે.

2 / 5
રૂપાલા રાજકોટ થી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ તેઓ પોતાને મત નહીં આપી શકે. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવાર પોતાને મત આપતો હોય છે. પરંતુ લોકસભાના મત ક્ષેત્રનું સમીકરણ અલગ હોય છે. જેથી આ વખતે રૂપાલા પોતાને મત નહીં આપી શકે.

3 / 5
ક્ષત્રિય સમાજના વિરોધને કારણે પરશોત્તમ રૂપાલા હાલમાં રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે હવે ચૂંટણી માટેની અંતિમ ઘડી આવી ચૂકી છે. આ સમયે રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજનું શું સ્ટેન્ડ રહેશે તેના પર ખાસ નજર હશે.

4 / 5
પરશોત્તમ રૂપાલા અમરેલીના ઈશ્વરીયા વિસ્તાર માંથી આવે છે. જેથી તેમના વોટિંગ કાર્ડ અનુસાર અમરેલીના વોટિંગ લિસ્ટમાં તેમનું નામ હશે. જેથી અમરેલીમાં રૂપાલા, ભરત સુતરીયાને મત આપવા જશે. જેથી તેઓ રાજકોટમાં પોતાને મત આપી શકશે નહીં. તેઓ 7 તારીખે મંગળવારે સવારે 7 વાગ્યે પ્રાથમિક શાળા ઈશ્વરીયા, અમરેલી ખાતે જઈ પોતાનો મત આપશે.

5 / 5
આ જ રીતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ પોતાને મત નહીં આપી શકે. કારણ કે મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. જોકે તેમના વોટિંગ કાર્ડ અનુસાર તેમનું નામ ભાવનગરના પાલિતાણા વિસ્તારની મતદાર યાદીમાં નામ હોવાથી તેઓ પોતાનો મત આપવા ભાવનગર જશે. 7 તારીખે મંગળવારે સવારે 8 કલાકે તેઓ સરકારી હાઇસ્કૂલ આણોલ, પાલિતાણા ખાતે મતદાન કરશે.

Published On - 5:57 pm, Mon, 6 May 24

Next Photo Gallery