NPS Swasthya: રિટાયરમેન્ટ બચત સાથે હવે મળશે ₹1 થી ₹30 લાખનું હેલ્થ કવર, PFRDA એ જાહેર કરી નવી ગાઇડલાઇન્સ

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હવે માત્ર નિવૃત્તિ સમયની મૂડી પૂરતી મર્યાદિત નહીં રહે. PFRDA દ્વારા જાહેર કરાયેલી નવી ‘NPS સ્વાસ્થ્ય’ યોજના હેઠળ સબસ્ક્રાઇબર્સને ₹1 લાખથી ₹30 લાખ સુધીનું હેલ્થ કવર અને બીમારીના ખર્ચ માટે પોતાના યોગદાનમાંથી પૈસા વાપરવાની સુવિધા કેવી રીતે મળશે? જાણો નિયમો અને શરતો.

| Updated on: Sep 21, 2026 | 9:30 PM
1 / 7
નિવૃત્તિ માટેની બચત જો જરૂરિયાતના સમયે બીમારીની સારવારમાં પણ કામ આવી જાય તો તે રોકાણકાર માટે ખૂબ મોટો ટેકો સાબિત થાય છે. આ બાબતને ધ્યાને રાખીને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ ‘NPS સ્વાસ્થ્ય’ (NPS Swasthya) ની સત્તાવાર ઓપરેશનલ ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. આ નવી જોગવાઈ અમલમાં આવતાં જ હવે NPS સબસ્ક્રાઇબર્સને નિવૃત્તિ ભંડોળની સાથે-સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજનો બેવડો લાભ મળશે.

2 / 7
NPS સાથે હેલ્થ ઇન્શ્યોરન્સનું અનોખું જોડાણ: PFRDA દ્વારા જાહેર કરાયેલ માળખા અનુસાર 'NPS સ્વાસ્થ્ય' મુખ્યત્વે બે હિસ્સામાં કાર્ય કરશે: NPS Swasthya Investment Account: જેમાં નિયમિત રોકાણ દ્વારા રિટાયરમેન્ટ ફંડ વધતું રહેશે. Super Top-Up Health Insurance Policy: જે સબસ્ક્રાઇબર અને તેના પરિવારને તબીબી કટોકટી સામે મોટું આર્થિક રક્ષણ પૂરું પાડશે.

3 / 7
કોણ જોડાઈ શકે અને કેટલી રકમથી શરૂઆત? NPS માં જોડાવા માટે પાત્રતા ધરાવતી કોઈપણ વ્યક્તિ આ સ્કીમમાં એનરોલ કરી શકે છે, જોકે આ માટે સંબંધિત હેલ્થ પોલિસી લેવી ફરજિયાત રહેશે. યોજનાની શરૂઆતમાં ગ્રાહકે પ્રથમ વર્ષનું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, હેલ્થ બેનિફિટ એલાયન્સ (HBA) ના વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ પેટે ₹200, લાગુ ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ઓછામાં ઓછા ₹1,000 જમા કરાવવાના રહેશે. ત્યારબાદ ભવિષ્યમાં માત્ર ₹10 જેવી નજીવી રકમથી પણ યોગદાન આપી શકાશે.

4 / 7
સારવાર માટે 25% રકમ ઉપાડવાની મંજૂરી: પૈસા સીધા હોસ્પિટલને મળશે:  આ સ્કીમની સૌથી વિશેષ સુવિધા આંશિક ઉપાડ (Partial Withdrawal) ની છે. સબસ્ક્રાઇબર પોતાના કુલ જમા યોગદાનમાંથી 25 ટકા સુધીની રકમ માન્ય હેલ્થકેર ખર્ચ માટે વાપરી શકે છે. આ રકમ ખાતાધારકના બેંક એકાઉન્ટમાં રોકડ સ્વરૂપે નહીં આવે, પરંતુ જે-તે હોસ્પિટલ કે હેલ્થકેર પ્રોવાઇડરને સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. આ આંશિક ઉપાડ કેટલી વખત કરવો તેના પર કોઈ મહત્તમ મર્યાદા નથી, પરંતુ કુલ ઉપાડ 25 ટકાથી વધવો જોઈએ નહીં.

5 / 7
પરિવારના સભ્યો અને વયમર્યાદા: આ સ્ટાન્ડર્ડ પોલિસીમાં ફેમિલી ફ્લોટર વિકલ્પ ઉપલબ્ધ છે. તેમાં સબસ્ક્રાઇબરની સાથે પતિ/પત્ની અને બે આશ્રિત (ડિપેન્ડન્ટ) બાળકો આવરી લેવાશે. માતા-પિતા આ ફેમિલી ફ્લોટરમાં સામેલ નહીં થાય. યોજનામાં જોડાવાની વયમર્યાદા 18 થી 70 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે નિયમો અને પ્રીમિયમની શરતોને આધીન 85 વર્ષની વય સુધી પોલિસીનું રિન્યુઅલ થઈ શકશે.

6 / 7
₹1 લાખથી ₹30 લાખ સુધીનું કવરેજ: પોલિસીમાં સમ ઇન્સ્યોર્ડ (Sum Insured) માટે ₹1 લાખ, ₹5 લાખ, ₹10 લાખ અને ₹30 લાખના ચાર સ્લેબ આપવામાં આવ્યા છે. તેની સાથે વાર્ષિક એગ્રીગેટ ડિડક્ટિબલ (Aggregate Deductible) અનુક્રમે ₹10,000, ₹50,000, ₹1 લાખ અને ₹3 લાખ નક્કી કરાયું છે. સામાન્ય હોસ્પિટલાઇઝેશનમાં સિંગલ પ્રાઇવેટ રૂમની પાત્રતા મળશે, જ્યારે ICU ના ચાર્જીસ વાસ્તવિક ખર્ચને આધારે મંજૂર કરાશે.

7 / 7
PFRDA ના આ નવા નિર્ણયથી NPS માત્ર લાંબા ગાળાના નિવૃત્તિ રોકાણ સુધી સીમિત ન રહેતાં, મુશ્કેલ સમયમાં આરોગ્યની સુરક્ષા આપતું સર્વગ્રાહી ફાઇનાન્સિયલ ટૂલ બની ગયું છે.

Follow Us
Loading...
Unable to load recommendations.