
અમિત શાહે જણાવ્યું હતું કે, કાશ્મીર, ઉત્તર પૂર્વ અને નક્સલવાદ ક્ષેત્રમાં પણ પહેલા અને હાલની પરિસ્થિતિની તુલના કરાતા જાણવા મળે છે કે, આ વિસ્તારોમાં હવે 70 ટકા હિંસા બંધ થઈ છે તે પણ આપણી મોટી સફળતા છે.

અમિત શાહે કહ્યું કે, નાર્કોટિક ક્ષેત્રે 05 લાખ 45 હજાર કિ.ગ્રા અને અત્યારેની કિંમતે રૂ. 35 હજાર કરોડનો માલ જપ્ત કરવામાં આપણે સફળતા મેળવી છે. આનો મતલબએ નથી કે, નાર્કોટિકના કેસ વધ્યા છે, પરંતુ પાછલા દસ વર્ષમાં આપણે આપણી સુરક્ષા તથા પોલીસની પ્રક્રિયા થકી આ સફળતા મેળવી છે.

પોલીસ ક્ષેત્રે થયેલા કોમ્પ્યુટરાઈઝેશન, CCTNS (ક્રાઇમ એન્ડ ક્રિમિનલ નેટવર્ક ટ્રેકિંગ સીસ્ટમ) થકી સૌથી પહેલા આ પ્રક્રિયામાં 17000 પોલીસ સ્ટેશનને જોડવામાં આવ્યા છે. તેમનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈ- કોર્ટના માધ્યમથી 22 હજાર અદાલતોને જોડવામાં આવી, વિઝનમાં બે કરોડ કેદીઓનો ડેટા ઉપલબ્ધ છે, અને પ્રોહિબિશનમાં એક કરોડ પચાસ લાખથી વધુ પ્રોહિબિશનનો ડેટા છે, ઈ- ફોરેન્સિકમાં 23 લાખથી વધુ ફોરેન્સિક યુઝર્સનો ડેટા જ્યારે નફીસ ( નેશનલ ઓટોમેટેડ ફીંગરપ્રિંટ આઈડેન્ટિફીકેશન સિસ્ટમમાં 01 કરોડ 06 લાખ લોકોના ફિંગર્સ પ્રિન્ટનો ડેટા ઉપલબ્ધ છે.

150 વર્ષ જૂના કાયદામાં નાગરિકો મધ્યમાં ન હતા. જ્યારે હવે બનેલા ત્રણ કાયદામાં નાગરિક અને નાગરિકના અધિકાર ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ ત્રણ કાનૂનમાં બધી જ વસ્તુઓ ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે. આનાથી ખૂબ જ ઝડપી ન્યાય પ્રક્રિયા ખૂબજ ઝડપી બનશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગૃહવિભાગમાં અમિતભાઈ શાહના પ્રયાસોને કારણે ICJS (ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ) સમગ્ર દેશમાં અસરકારક રીતે લાગુ થઈ છે. આ વ્યવસ્થાને લીધે એક જ વાર પોલીસ કેસના ડેટાથી પોલીસ, ફોરેન્સિક, પ્રોસિક્યૂશન, કોર્ટ અને પ્રિઝન બધાં જ એક્સેસ કરી શકે છે અને તેથી તપાસ ઝડપી બની છે.

Published On - 6:57 pm, Tue, 19 November 24