
હૃદયને લાભ મળે છે : જાંબુના પાનનું સેવન તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ અસરકારક માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ હોય છે, તેથી જાંબુના પાન ચાવવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખી શકે છે.

ઓરલ હેલ્થમાં સુધારો : જાંબુના પાન ખાવાથી દાંત અને પેઢાની સમસ્યા, શ્વાસની દુર્ગંધ, અલ્સર વગેરેમાં ફાયદો થાય છે. મોઢામાં ચાંદા હોય તો તમે જાંબુના પાનને પાણીમાં ઉકાળીને કોગળા કરી શકો છો.

પાચનક્રિયા : જો તમને વારંવાર અપચો થતો હોય તો જાંબુના પાનનું સેવન ફાયદાકારક છે. તેમાં રહેલા ઔષધીય ગુણો પાચનક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને અપચો, ઝાડા, એસિડિટી જેવી સમસ્યાઓથી બચાવે છે. (નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)