
જ્યારે ટાયર પરનો ભાર વધે છે, ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં જ્યારે નોર્મલ હવા હોય છે, ત્યારે ટાયરની અંદરનું દબાણ ઘટે છે અને ટાયરમાં હવા ઓછી થઈ જાય છે. પરંતુ નાઇટ્રોજન સાથે આવું થતું નથી. નાઇટ્રોજનનું તાપમાન ઓછું છે અને ટાયર સંકોચતું નથી.

જ્યારે સામાન્ય હવા ભરાય છે, ત્યારે ટાયરની અંદર ભેજ હોય છે અને આ ભેજ ટાયરની લાઈફ માટે સારો નથી. આના કારણે વ્હીલ પર કાટ લાગવાનું જોખમ રહેલું છે. જેના કારણે રિમ્સ પણ ઝડપથી બગડી શકે છે. પરંતુ નાઇટ્રોજન હવામાં આવું થતું નથી.

નાઈટ્રોજનનો ઉપયોગ કરવાથી કાર કે બાઈકના માઈલેજમાં પણ સામાન્ય હવાની સરખામણીમાં ફરક પડે છે. નિષ્ણાતો માને છે કે યોગ્ય ટાયરનું દબાણ જાળવી રાખવાથી પેટ્રોલની કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે.