
CNBC Awaaz ની આ ખાસ રિસર્ચ આધારિત રિપોર્ટ મુજબ છેલ્લા 10 વર્ષમાં 8 વખત નિફ્ટીએ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન પોતાનો વાર્ષિક બોટમ બનાવ્યો છે. આ ઐતિહાસિક ટ્રેન્ડ સૂચવે છે કે વર્ષની શરૂઆત બજાર માટે ઘણી વખત નબળી રહે છે અને ત્યારબાદ સુધારો જોવા મળે છે.2026માં અત્યાર સુધી નિફ્ટી અંદાજે 5% તૂટયો છે. સાથે “Recovery from Day’s Low” દર્શાવે છે કે બજારમાં ઇન્ટ્રાડે રિકવરી પણ થઈ રહી છે. આથી સ્પષ્ટ થાય છે કે બજાર સંપૂર્ણ રીતે તૂટ્યું નથી, પરંતુ દબાણ હેઠળ છે. એટલે 2026નું બોટમ લાગી ગયું છે કે નહીં, તે અંગે હજી સ્પષ્ટતા નથી.

સ્ક્રીનમાં દર્શાવેલા વર્ષવાર ડેટા મુજબ 2016માં ફેબ્રુઆરીમાં બોટમ બન્યો હતો, 2017માં જાન્યુઆરીમાં, 2018માં માર્ચમાં, 2019માં ફરી જાન્યુઆરીમાં અને 2020માં માર્ચમાં નિફ્ટીએ વાર્ષિક નીચું સ્તર સ્પર્શ્યું હતું. ત્યારબાદ 2021માં જાન્યુઆરીમાં, 2022માં જૂનમાં, 2023માં માર્ચમાં, 2024માં જાન્યુઆરીમાં અને 2025માં એપ્રિલમાં બોટમ બન્યો હતો. આ તમામ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા દસ વર્ષમાં મોટાભાગે નિફ્ટીનું વાર્ષિક બોટમ જાન્યુઆરીથી માર્ચ એટલે કે Q1 દરમિયાન જ બનતું આવ્યું છે. માત્ર 2022 અને 2025માં આ ટ્રેન્ડ થોડો બદલાયો, જેમાં 2025માં બોટમ એપ્રિલમાં બન્યો હતો.

2025માં નિફ્ટીનો બોટમ 21,743 પર 7 એપ્રિલે બન્યો હતો. ત્યારબાદ 31 ડિસેમ્બર 2025 સુધીમાં બજારે આશરે 20%ની રિકવરી કરી. એટલે જે રોકાણકારોએ બોટમ પાસે ખરીદી કરી, તેમને સારો રિટર્ન મળ્યો.

2018માં 23 માર્ચે 9,951નો બોટમ બન્યો. ત્યારબાદ વર્ષના અંત સુધીમાં માત્ર 9% રિકવરી જોવા મળી. એટલે દરેક વર્ષે રિકવરીનો જોર એકસરખો નથી રહેતો.

2020માં 24 માર્ચે નિફ્ટી 7,511 સુધી તૂટ્યો હતો. પરંતુ વર્ષના અંત સુધીમાં આશરે 86%ની જોરદાર રિકવરી થઈ. આ ઉદાહરણ બતાવે છે કે મોટી ગિરાવટ પછી મજબૂત બાઉન્સ શક્ય છે.

2021માં 29 જાન્યુઆરીએ 13,596નો બોટમ બન્યો અને ત્યારબાદ 28% સુધી રિકવરી થઈ. જાન્યુઆરીમાં બોટમ બનવાનો ટ્રેન્ડ અહીં પણ જોવા મળે છે.

2024માં 24 જાન્યુઆરીએ 21,137નો બોટમ બન્યો અને વર્ષના અંત સુધીમાં 14%ની રિકવરી થઈ. ફરી એકવાર વર્ષની શરૂઆતમાં જ બોટમ બન્યો.

ફરીથી 2025નો ઉલ્લેખ કરીને બતાવવામાં આવ્યું છે કે 7 એપ્રિલે બોટમ બન્યા બાદ બજારે મજબૂત સુધારો કર્યો હતો. એટલે Q1-Q2 દરમિયાન બોટમ બનવાનો પેટર્ન ચાલુ રહ્યો.

ઇતિહાસ મુજબ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે બોટમ બનવાની શક્યતા વધારે રહે છે. જો 2026માં અત્યાર સુધી માત્ર 5%ની ગિરાવટ છે, તો શક્ય છે કે મોટું બોટમ હજી બાકી હોય. પરંતુ જો આવનારા અઠવાડિયામાં જાન્યુ-માર્ચ દરમિયાન મજબૂત સપોર્ટ લેવલ પર સ્થિરતા આવે, તો આ સમયગાળો જ બોટમ સાબિત થઈ શકે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)(All Image Credit : CNBC Awaaz)
Published On - 4:03 pm, Mon, 2 March 26