ઈતિહાસના પાનાં પર નામ: 1983થી 2026 સુધીમાં ઇન્ડિયાએ જીત્યા 5 WC ફાઈનલ, જાણો ઇંડિયાની જીતમાં મહત્વનો ભાગ ભજવનાર સ્ટાર્સ

T20 WC 2026 જીતીને ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયા પોતાના ઘરઆંગણે T20 WC જીતનાર પહેલી ટીમ બની. આ જીતમાં ઘણા બધા ખેલાડીઓની મહેનત રહેલી છે. તો ચાલો જાણીએ ઇન્ડિયાને T20 અને ODI WC ફાઇનલમાં જીત અપાવનાર 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' અને 'પ્લેયર ઓફ ધ મેચ'.

| Updated on: Mar 09, 2026 | 3:11 PM
1 / 5
1983 ODI WC: 1983 ICC ODI WCમાં ઇન્ડિયાએ પોતાનો પહેલો ODI WC નામે કર્યો.  26 રન અને 3/16  બોલિંગ ફિગર માટે મોહિન્દર અમરનાથને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

2 / 5
2007 T20 WC: 2007 માં પ્રથમ વખત યોજાયેલા T20 WCમાં ઇન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી હતી. ઈરફાન પઠાણની  3/16 શાનદાર બોલિંગને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

3 / 5
2011 ODI WC: ઘરઆંગણે યોજાયેલ  2011 ICC ODI WCમાં એમએસ ધોનીની કપ્તાનીમાં ઇન્ડિયાએ પોતાનો બીજો  ODI WCનામે કર્યો. ઈન્ડિયાના યુવરાજ સિંહને 2011 ODI WC માટે  પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેણે 362 રન બનાવ્યા હતા અને 15 વિકેટ લીધી હતી. એમએસ ધોનીને ફાઇનલમાં અણનમ 91 રન માટે મેન ઓફ ધ મેચ  જાહેર કરવામાં આવ્યો હતો.

4 / 5
2024 T20 WC: 2024 ICC T20 WCમાં જસપ્રીત બુમરાહએ 15 વિકેટ લીધી હતી અને ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તે માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ  જાહેર કરવામાં આવ્યો હતો, દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં વિરાટ કોહલીનએ 76 રનની ઇનિંગ રમી જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

5 / 5
2026 T20 WC: 2026 ICC T20 WC જીતીને ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે. સંજુ સેમસનને 2026 T20 WC માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો, તેણે સુપર 8 ની મહત્વપૂર્ણ મેચ, સેમિફાઇનલ અને ફાઇનલમાં મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી,  તેણે 321 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 2026 T20 WCમાં 14 વિકેટો લીધી , જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

Published On - 2:59 pm, Mon, 9 March 26