Mutual Fundsમાં મોટી કમાણી નિશ્ચિત ! SBI, Bajaj સહિત આ 5 કંપનીઓના NFOમાં રોકાણ કરવાની શાનદાર તક
લાંબા ગાળા માટે રોકાણ જો તમે કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે મ્યુચ્યુઅલ ફંડ કહી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરવા માટે NFO એક સારો વિકલ્પ માનવામાં આવે છે કારણ કે એકમો માત્ર રૂપિયા 10ના પ્રારંભિક NAV પર ઉપલબ્ધ છે.
1 / 7
લાંબા ગાળાના રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો, તો અહીં અમે તમને 5 NFOs વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે રોકાણ માટે ખુલ્લા છે અને ટૂંક સમયમાં બંધ થઈ જશે. આ 5 NFOsમાં SBI અને Kotak Mahindra સહિત 5 અલગ-અલગ કંપનીઓના NFOનો સમાવેશ થાય છે.
2 / 7
Bajaj Finserv Large Cap Fund Direct-Growth: આ NFO હેઠળ જે 12મી ઓગસ્ટે બંધ થશે, 20મી ઓગસ્ટે યુનિટ ફાળવવામાં આવશે. આ ફંડમાં રોકાણ માત્ર 500 રૂપિયાથી શરૂ કરી શકાય છે.
3 / 7
Groww Nifty EV & New Age Automotive ETF FoF Direct-Growth: ગ્રોનો આ NFO 7મી ઓગસ્ટે બંધ થશે. આ ફંડમાં રોકાણ કરનારા લોકોને 14 ઓગસ્ટે યુનિટની ફાળવણી કરવામાં આવશે. આ ફંડમાં રોકાણ 500 રૂપિયાથી શરૂ કરી શકાય છે. આમાં SIP માત્ર 100 રૂપિયાથી શરૂ થઈ રહી છે.
4 / 7
Kotak Nifty Midcap 50 Index Fund Direct-Growth: કોટક મહિન્દ્રાનો આ NFO 25મી જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યો હતો અને 8મી ઓગસ્ટે બંધ થશે. આ ફંડમાં કરાયેલા રોકાણ માટે યુનિટની ફાળવણી 16 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. આ સ્કીમમાં તમે માત્ર 100 રૂપિયા વડે તમે રોકાણ શરૂ કરી શકો છો.
5 / 7
SBI Innovative Opportunities Fund Direct-Growth: 29મી જુલાઈએ SBIનો આ NFO લોન્ચ કરવામાં આવ્યો હતો તેમજ 12મી ઓગસ્ટે બંધ થશે. આ NFOમાં રોકાણ કરનારા લોકોને 20 ઓગસ્ટે યુનિટ ફાળવવામાં આવશે. પહેલા તમારે આ NFOમાં બે રોકાણોમાં 5000-5000 રૂપિયાનું ઓછામાં ઓછુ રોકાણ કરવું પડશે. આ સિવાય તમે આ સ્કીમમાં 500 રૂપિયાની SIP પણ શરૂ કરી શકો છો.
6 / 7
Invesco India Manufacturing Fund Direct-Growth: આ NFO 8મી ઓગસ્ટે બંધ થશે. આ ફંડમાં કરવામાં આવનાર રોકાણ હેઠળ 14 ઓગસ્ટે યુનિટની ફાળવણી કરવામાં આવશે. આ ફંડમાં રોકાણ રૂ. 1000 જેટલા ઓછાથી શરૂ કરી શકાય છે. આ ફંડમાં 500 રૂપિયાથી SIP પણ શરૂ કરી શકાય છે.
7 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.